પંચાંગ
આજનું પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ*, શનિવાર, તા. ૨૩-૯-૨૦૨૩,
ધરોઆઠમ, ગૌરી વિસર્જન
- ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૮
- જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૮
- પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
- પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
- મુુસ્લિમ રોજ ૭મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
- મીસરી રોજ ૮મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
- નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૪-૫૫ સુધી, પછી પૂર્વાષાઢા.
- ચંદ્ર ધનુમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ*
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯ સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૪ સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ : ભરતી : સાંજે ક. ૧૬-૩૮
- ઓટ: સવારે ક. ૧૧-૨૦, રાત્રે ક. ૨૩-૩૦
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, ધરોઆઠમ, દધિચી જયંતી, ગૌરી વિસર્જન બપોરે ક. ૧૪-૫૫ સુધી, ભાગવત સપ્તાહ પ્રારંભ, ભારતીય અશ્ર્વિની માસારંભ, સૂર્ય સાયન તુલામાં બપોરે ક. ૧૨-૨૧. દક્ષિણ ગોલારંભ, વિષુવદીન. સૂર્યમહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
- શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
- મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, નિત્ય થતાં મિલકત લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, શનિ-કેતુ ગ્રહદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન.
- શ્રી ગણેશ મહિમા: જ્યોતિષશાસ્ર પ્રમાણે દેવ, મનુષ્ય અને રાક્ષસ એમ ત્રણ ગણ છે. છંદશાસ્રમાં પણ જુદા જુદા આઠ ગણ કે સમૂહ છે. જેના પરથી જુદા જુદા છંદ રચાય છે. ગણેશજી આ બધા જ પ્રકારના ગણોના ઈશ કે અધિપતિ છે. વળી અક્ષરોને પણ ગણ કહેવામાં આવે છે. એમના ઈશ હોવાના કારણે પણ ગણેશજી વિદ્યા અને બુદ્ધિના દાતા મનાય છે. જ્ઞાન અને મોક્ષ એ બંનેના ઈશ એટલે કે સ્વામી પરબ્ર્ાહ્મ, પરમાત્મારૂપ ગણેશને હું પ્રણામ કરું છું.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિ પ્રતિભા, ચંદ્ર-ગુરુ ત્રિકોણ શેરબજારથી સારો લાભ મેળવે. - ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૨૪*, મંગળ ચિત્રા નક્ષત્રમાં. વિષુવદિન દક્ષિણ ગોળારંભ. બુધ સૂર્યથી અત્યંત નજીક આવે છે. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૯ કળાના અંતરે રહે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ