ઇન્ટરનેશનલ

અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી કેમ ખસી ગયું? ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને રશિયા પર આક્ષેપ કર્યો

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં રાષ્ટ્રપતિ પદ માટે વર્ષના અંતમાં ચૂંટણી(President election) થવાની છે, ચૂંટણી બાબતે દેશમાં ઉત્તેજના સતત વધી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ વખતે રાષ્ટ્રપતિ પદ માટેના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ(Paris Climate agreement)માંથી બહાર થઇ જવાના નિર્ણય અંગે મહત્વનો દાવો કર્યો છે. ટ્રંપ હેઠળના વહીવટીતંત્રએ 2017 માં ઐતિહાસિક પેરિસ કરારમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો, ટ્રંપે કહ્યું કે એ કરાર “છેતરપિંડી” હતો.

તેમણે કહ્યું કે આ કરારથી અમેરિકાને એક ટ્રિલિયન યુએસ ડોલરનું નુકસાન થયું હશે. તેમણે દાવો કર્યો હતો કે ભારત, ચીન અને રશિયા કરાર હેઠળ ચૂકવણી કરતા ન હતા. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે સંભવિત ઉમેદવાર ટ્રમ્પે ગુરુવારે ડેમોક્રેટિક પાર્ટીના હરીફ જો બિડેન સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની પ્રથમ ચર્ચા દરમિયાન આ દાવા કર્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થા, સરહદ, વિદેશ નીતિ, ગર્ભપાત, રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિ અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : Emergency at ISS: સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં આશ્રય લેવાની ફરજ પડી

ગુરુવારે રાત્રે લગભગ 90 મિનિટની ચર્ચા દરમિયાન, 78 વર્ષીય ટ્રમ્પે દાવો કર્યો હતો કે પેરિસ કરાર પર યુએસ $ 1 બિલિયનનો ખર્ચ થશે અને યુએસ એકમાત્ર દેશ છે જેણે તેની કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે તેને “છેતરપિંડી” ગણાવી હતી. તેમણે કહ્યું કે ચીન, ભારત અને રશિયા કંઇ ચૂકવતા નથી.

2017માં, તત્કાલિન રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2015માં થયેલા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાને બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો. વૈશ્વિક તાપમાનને બે ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાનો આંતરરાષ્ટ્રીય કરાર અમેરિકન કામદારો માટે નુકસાનકારક છે.

પેરિસ કરાર હેઠળ, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય વિકસિત દેશોએ 2020 સુધીમાં દર વર્ષે US$100 બિલિયનનું સામૂહિક યોગદાન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી, જેથી ગરીબ અને વિકાસશીલ દેશોને દરિયાની સપાટીમાં વધારો અને વધતા તાપમાન સામે તાલમેળ બેસાડવા મદદ મળી શકે .

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button