નેશનલ
સંસદમાં NEET વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સાંસદની તબિયત લથડી
નવી દિલ્હી: NEET પરીક્ષા કૌભાંડને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામની (MP Phoolo Devi Netam) તબિયત લથડી હતી. જો કે આ બાદ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સંસદમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સંસદમાં NEET પરીક્ષા કૌભાંડને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફૂલો દેવી નેતામ બેભાન થઈ ગયા હતા. તેમને સંસદ પરિસરથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફૂલો દેવી નેતામ છતીસગઢના બસ્તરના કોડાગામના રહેવાસી છે અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે. તેઓ છતીસગઢમાં મહિલા કોંગ્રેસના એન અધ્યક્ષ છે. તેઓ 14 સપ્ટેમ્બર 2020 ના રોજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી જીત્યા હતા.
Also Read –