મરણ નોંધ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ગામ અડપોદરા, હાલ મુલુંડ ગં. સ્વ. પુષ્પાબેન ભાલચંદ્ર પંડયા (ઉં. વ. ૮૯) તા. ૨૧-૯-૨૩ના અક્ષરનિવાસી થયા છે. તે મહેશભાઇ, પંકજભાઇ, સંજયભાઇ, આશાબેન મુકેશકુમાર ઉપાધ્યાય, બીનાબેન પ્રકાશકુમાર આચાર્યના માતુશ્રી. વાસંતીબેન, નીલાબેન, બીનાબેનના સાસુ. સ્વ. હરિચંદ્ર, સ્વ. કાંતિભાઇ, સ્વ. તારાબેન, સ્વ. આનંદીબેનના ભાભી. સ્વ. કોકિલાબેન, સ્વ. વિજયાબેનના જેઠાણી. તથા ગામ સાયરાના સ્વ. રમણલાલ તથા સ્વ. કાંતિલાલ રામશંકર આચાર્ય તથા આનંદીબેન ગોર, સ્વ. હીરાબેન ભટ્ટના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૩ના ૫થી ૭. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, સ્મશાન ગૃહની બાજુમાં, ડમ્પીંગ રોડ, મુલુંડ વેસ્ટ, પિયરપક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા અડપોદરા ખાતે
રાખેલ છે.
કપોળ
ડેડાણવાળા હાલ કાંદિવલી વ્રજલાલ પરમાણંદદાસ મોદી (ઉં. વ. ૮૯) તે સ્વ. ઇન્દુમતિબહેનના પતિ. તે સ્વ. કીર્તિ-પૂર્વી, સ્વ. ભરતભાઇ, નીતિન-ફાલ્ગુની, સ્વ. સંજય-બીનાના પિતા. તે સ્વ. હરિલાલ ઓધવજી ગોરડિયાના જમાઇ. તે સ્વ. જયાબહેન, સ્વ. ચુનીલાલ અને સ્વ. કાંતિલાલના ભાઇ. તે રિષભ-ધરા, વત્સલ-કામિની, માનસી, ધ્વની, વિવેક અને મનસ્વીના દાદા. તે સ્વ. પ્રભુદાસ રણછોડદાસ દોષીના ભાણેજ. તા. ૨૨-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક ક્રિયા અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા, હાલ પૂના ગં. સ્વ. કમળાબેન મોહનલાલ ગાંધી (ઉં. વ. ૧૦૦) બુધવાર, તા. ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કીર્તિબેન હરેશકુમાર મહેતાના માતુશ્રી. અંકુરના નાની. નિરાલીના નાની સાસુ. પિયર પક્ષે સ્વ. કુંવરજી લાલજી મહેતા (દામનગરવાળા)ના બેન. સ્વ. ચીમનભાઇ ગાંધી, સ્વ. અનંતરાય ગાંધી, સ્વ. રસિકભાઇ ગાંધી, સ્વ. રમેશભાઇ ગાંધીના કાકી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક
અંજાર-વીરા હાલ ઘાટકોપરના સ્વ. કાંતિલાલ વેલજી કોઠારીના ધર્મપત્ની ગં. સ્વ. સવિતાબેન કાંતિલાલ કોઠારી તે ભાવના રમેશકુમાર સંઘવીના માતુશ્રી ૧૭-૯-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે રામાણિયાવાળા વાડીલાલ નાનાલાલ, વ્રુજલાલ નાનાલાલ તથા જયાબેનના બેન. લૌકિક વહેવાર રાખેલ નથી.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ભાટીયા હાલ કાંદિવલી સ્વ. સાકરબેન ગોરધનદાસજી મોદીના પુત્ર અને સ્વ. વિજયાબેન વસંતરાય ખખ્ખરના જમાઈ ધર્મેન્દ્ર (બચુભાઈ) ગોરધનદાસ મોદી (ઉં. વ. ૮૦) ગુરુવાર, ૨૧-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે શ્રીમતી ગીતાબેનના પતિ. અમિષભાઈ અને આરતીબેનનના પિતાશ્રી. તેઓ શ્રીમતી ફાલ્ગુનીબેન કિશોર બથીયા તથા સંજીતભાઈ બાબુભાઈ ગોહીલના સસરા. તેઓ સ્વ. મંગલદાસભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, રમેશભાઈ અને હીરાબેન નવનીતલાલ પોપટના ભાઈની પ્રાર્થનાસભા શનિવાર, ૨૩-૯-૨૩ના ૫ થી ૭. ઠે. લોહાણા બાળાશ્રમ બેંકવેટ હોલ, મથુરાદાસ એકસટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વે). પ્રાર્થના સભા બાદ લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુ કઠીયા સઇ સુતાર
ગામ આરબલુસ હાલ સાંતાક્રુઝ સ્વ. દયાળજીભાઇ ઓધવજીભાઇ ટંકારીયાના ધર્મપત્ની તે સ્વ. બાબુલાલ મોહનભાઇ ગોહિલના દીકરી સવિતાબેન ટંકારીયા (ઉં. વ. ૭૩)નું તા. ૨૧-૯-૨૩ના ગુરુવારે અવસાન થયેલ છે. તે કલ્પેશભાઇ અને પ્રીતિબેન ધર્મેન્દ્ર સુરતીના માતુશ્રી. ચરિતાબેનના સાસુ. સિદ્ધાર્થના દાદી. તે સ્વ. કાંતિલાલના ભાઇની પત્ની. સ્વ.વિનોદભાઇ, રમેશભાઇ, રાજેશભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૩ના શનિવાર ૪થી ૬. ઠે. સીતા સિંધુ હોલ, વિહાર હોટેલની સામે, વિનસ ફોટો સ્ટુડિયોની બાજુમાં, રોડ નં.૮. નહેરુ રોડ, સાંતાક્રુઝ (ઇસ્ટ).
વડનગરા નાગર
માંગરોળ હાલ મુંબઈ સ્વ. સન્મુખરાય વસાવડાના પુત્ર કિરીટકુમાર (ઉં. વ. ૮૦). તે વર્ષાબેનના પતિ. લીના અને વિભાના પિતા. રાકેશ અને નિરાવના સસરા. વિપિન, માલતી, મધુ અને ધર્મિષ્ઠાના ભાઈ. પરમ અને સાંચીના નાના તા: ૨૦/૯/૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૨૪/૯/૨૩ ના ૫ થી ૭. સ્થળ : નંદીગ્રામ (પંચમ) સોસાયટી કમ્પાઉન્ડ, ગ્રીન ટાવર સામે,ગિલ્બર્ટ હિલ રોડ, અંધેરી (પશ્ર્ચિમ).
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ
નાનાકોટડા નિવાસી સ્વ. કરુણાશંકર ઉમિયાશંકર પંડ્યા (ઉં. વ. ૭૮) તા. ૧૭/૯/૨૩ને રવિવારે કૈલાસનિવાસી થયેલ છે. તે મંજુલાબેનના પતિ. પલ્લવી તથા દિપકના પિતા. સ્વ. જદુભાઈ, મનુભાઈ, સ્વ. પ્રવિણભાઈ, રમેશભાઈ અને મધુબેનના ભાઈ અને સ્વ. ખેમરામ રેવાશંકર જોષી (કૃષ્ણનગર)ના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઉત્તરક્રિયા નાનાકોટડા મુકામે રાખેલ છે.
પાટણવાડા પંચાલ
બ્રાહ્મણવાળા હાલ કાંદિવલી પ્રદીપ કચરાલાલ પંચાલના ધર્મપત્ની જ્યોત્સ્નાબેન પંચાલ (ઉં. વ. ૫૮) તે ૨૦/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સોનલ, રિતેશ તથા અમિતના માતુશ્રી. અનેરી તથા વિપુલકુમાર નરેન્દ્રભાઈ પંચાલના સાસુ. કૃષ્ણવી, ક્રિશા, કનના બા. પિયરપક્ષે અંબાળાવાળા સ્વ ઇચ્છાબેન ડાયાલાલ પંચાલના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૯/૨૩ ના ૪ થી ૬. કેવલ બાગ ટ્રસ્ટ, પહેલે માળે, કિલાચંદ રોડ, શંકર લેન ની સામે, ફ્લાયઓવર બ્રિજ ની નીચે, કાંદિવલી (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button