પારસી મરણ
પારસી મરણ
ખુશરૂ બહાદુર વાડીયા તે મહાબાનુ કે. વાડીયાના ખાવીંદ તે ખોરશેદ તથા મરહુમ બહાદુર વાડીયાના દીકરા. તે ફીરદોશ વાડીયા અને શેઝનીન ટંપાલના બાવાજી. તે નાઝનીન અને બોમીના સસરાજી. તે રોહીનતન, પીરોજ તથા મરહુમો વીરાફ અને જરીનના ભાઈ. તે સનાયા અને ઝીરાકના બપાવાજી અને ઝીલનાઝ અને પલના મમાવાજી. (ઉં. વ. ૭૬) ર. ઠે. ૩-૩૦૨, દમાવંદ, બેહરામ બાગ, પારસી કોલોની, જોગેશ્ર્વરી (વે), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: ૨૪-૯-૨૩ બપોરે ૩-૪૫ વાગે વાડીયા બંગલીમાં છેજી.
દારાબશા સોરાબજી ગાસવાલા તે મરહુમ ફરીદા દારબશાહ ગાસવાલાનાં ખાવીંદ. તે મરહુમો ગુલબાનુ તથા સોરાબજી ગાસવાલાન દીકરા. તે સોરાબ તથા ગુલનાઝ નોશીરવાન શેરીયારીના બાવાજી. તે અમરીતા તથા નોશીરવાન શેરીયારીના સસરાજી. તે મરહુમો નોશીરવાન, ફલી તથા રતીનાં ભાઇ. તે સાયરસ અને તારીકાનાં બપાવાજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૧૩, તાડીવાલા રોડ, સાઇબાબા એપાર્ટમેન્ટસ, પુને સીટી, પુને, મહારાષ્ટ્ર-૪૧૧૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૯-૨૩ના એ બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમા છેજી. (અંધેરી-મુંબઇ).