નેશનલ

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ગરીબ જનતાને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજને બરોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ પર મળવા પાત્ર અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકોને આપવાના બદલે બહાર વેચી નાખતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેના પગલે ધ્રાંગધ્રા મામલતદાર સહિતની ટીમે તાલુકાના ભારદ ગામે દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રેક્ટરમાં લઈ જતાં સસ્તા અનાજની દુકાનના સંચાલકને ઝડપી પાડી તમામ જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ફરી લોહી રેડાયું

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક સસ્તા અનાજની દુકાનના સંચાલકો રેશનકાર્ડ પર મળવા પાત્ર જથ્થો રેશનકાર્ડ ધારકોને આપવાના બદલે બારોબાર બહાર વેચી નાખતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં ધ્રાંગધ્રા મામલતદાર સહિતની ટીમે તાલુકાના ભારદ ગામે દરોડો પાડ્યો હતો. સરકારી અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકોને આપવાના બદલે બારોબાર સગેવગે કરવા ટ્રેક્ટરમાં લઈ જતાં સસ્તા અનાજની દુકાનના સંચાલકને ઝડપી પાડયો હતો. જેમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકને સરકારી અનાજનો જથ્થો ઘઉં પાંચ બોરી, ચોખા પાંચ બોરી અને ચણાની 10 બોરીનો સંગ્રહ કરી ગેરકાયદે રીતે ટ્રેકટરમાં લઈને બારોબાર વેચવા જતા રંગેહાથે ઝડપી પાડવામા આવ્યા હતા. તમામ આનાજનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button