નેશનલ

રેલવેના મુસાફરો ખાસ ધ્યાન આપેઃ આ ટ્રેનોના સંચાલનમાં થયા છે ફરેફાર

અમદાવાદઃ અમદાવાદ મંડળ સાથે જોડાયેલી ગુજરાતથી ઉપડતી કે ગુજરાતમાં આવતી અમુક ટ્રેન રદ થઈ છે તો અમુક ટ્રેન લંબાવવામાં આવી છે તો અમુક મોડી થવાની છે. વિવિધ રેલવે સેક્શનમાં ચાલતા કામકાજને લીધે આ ફેરફાર થયો છે. આથી પ્રવાસીઓ માટે આ માહિતી મહત્વની છે.

  1. 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ
  • 30 જૂન,01 અને 02 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે.
  • 01, 02 અને 03 જુલાઈ 2024ના રોજ યોગ નગરી ઋષિકેશથી ઉપડતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.
  1. રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં વીકલી સ્પેશિયલ, જે અગાઉ 01 જુલાઈ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    એ જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  2. ભુજ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનની વિસ્તૃત ટ્રિપ્સમાં સુધારો
  • ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (મંગળવાર અને શુક્રવાર) જે અગાઉ 27 સપ્ટેમ્બર 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 જુલાઈ 2024 સુધી ચાલશે.
  • ટ્રેન નંબર 09408 દિલ્હી સરાઈ રોહિલ્લા-ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (બુધવાર અને શનિવાર) જે અગાઉ 28 સપ્ટેમ્બર 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 જુલાઈ 2024 સુધી ચાલશે.

    જે મુસાફરોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે ટિકિટ બુક કરાવી છે તેમને રેલવેના નિયમો અનુસાર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
  1. 29 જૂનની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ
  • 29 જૂન 2024ની ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  1. અજમેર ડિવિઝન પર બ્લોક રદ, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ હવે જોધપુર જશે
  • 28 જૂન, 2024ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ જોધપુર સુધી દોડશે.
  • 28 જૂન, 2024ના રોજ, જોધપુરથી દોડતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ સાબરમતી સુધી દોડશે.
  • 29 જૂન 2024ની ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત