ટોપ ન્યૂઝમનોરંજન

આ જાણીતી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર

નાના પડદાની જાણીતી અભિનેત્રી હિના ખાન વિશે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને તેના ચાહકોના પગ નીચેથી જમીન સરકી જશે, હકીકતમાં અભિનેત્રી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બીમારી વિશે માહિતી આપી છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં બધું જ જણાવવામાં આવ્યું છે. હિના ખાને લખ્યું છે કે, ‘તાજેતરમાં, હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું એવી અફવાઓને લઈને હું તમારી સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. હું તમામ હિનાહોલિકો અને દરેક જેઓ મને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે તેમની સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. મને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક નિદાન હોવા છતાં, હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત, સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છું, અને હું આમાંથી બહાર આવવા માટે જરૂરી બધું કરવા તૈયાર છું’

હિનાને કેન્સર થયું હોવાની માહિતી મળ્યા બાદ અંકિતા લોખંડે, રોહન મેહરા, આમિર અલી, સયંતની ઘોષ અને અન્ય જેવા સેલિબ્રિટીઓએ અભિનેત્રીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

હિના ખાન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. લોકપ્રિય ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા તરીકેની ભૂમિકાથી તેને વ્યાપક ઓળખ મળી હતી. તેની ટેલિવિઝન માધ્યમમાં સફળતા ઉપરાંત, હિનાએ ‘બિગ બોસ’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે અને બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. ‘હેક્ડ’ અને ‘ડેમેજ્ડ 2’ જેવા પ્રોજેક્ટ્સ સાથે હીના ખાન ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button