આપણું ગુજરાત

ગુજરાતમાં વિરામ બાદ હવે મેઘરાજાના છઠ્ઠા રાઉન્ડની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે. રાજ્ય હવામાન વિભાગે ગુજરાતના ૧૭ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હતી. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હજુ વરસાદની ઘટ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫ તાલુકામાં અડધા ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી. બીજી બાજુ રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલે આગામી સમયમાં પશ્ર્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તા. ૩૦મી સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા ૨જી ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે. ૧૨ ઑક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ ૨૦૧૮ જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. આ સમયે બંગાળનું ચક્રવાત પ્રતિ કલાક ૧૫૦ કિમીની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં તા.૨૨ સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે ૪થી ૧૨ ઑક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાને કારણે તા.૨૭મીથી તા.૨૯મી સપ્ટેમ્બરે સુધીમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. ૧૨ થી ૨૦ ઑક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે તેવું જણાવ્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button