Gujarat માં વરસાદને લઇને 10 જિલ્લામાં ઓરેન્જ અને 13 જિલ્લામાં યલો એલર્ટ
![gujarat todays monsoon weather updates 2024 in gujarati](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/indian-monsoon-2024.webp)
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે(IMD)સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (Rain) આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ભાવનગર, મોરબી કચ્છમાં યલો એલર્ટ
હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્ટ તેમજ 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામનગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ પડયો
દરમિયાન શુક્રવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં નોંધાયો વરસાદ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ વરસાદ, ઉમરગામમાં પોણા બે ઈંચ વરસાદ, ભૂજમાં પોણા બે ઈંચ વરસાદ, નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.
આ ઉપરાંત ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ ગઢડામાં દોઢ ઈંચ વરસાદ, ભાવનગર તાલુકામાં સવા ઈંચ વરસાદ, રાજકોટના જેતપુરમાં સવા ઈંચ વરસાદ કચ્છના માંડવીમાં સવા ઈંચ વરસાદ, વાપીમાં સવા ઈંચ વરસાદ વલ્લભીપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.