પાકિસ્તાનને ફરીથી પડી ભારતની ફટકાર, કાશ્મીર રાગ આલાપવા…..

યોર્કઃ પાકિસ્તાને ફરીથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે તેને એવો જડબાતોડ જવાબ આપ્યો હતો કે તેને નીચાજોણું થયું હતું.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન લોકોનું ધ્યાન ભટકાવવા માટે વારંવાર આ મુદ્દો ઉઠાવે છે. પાકિસ્તાનનો આરોપ પાયાવિહોણો, વાહિયાત અને ધ્યાન ભટકાવવાનો આદત પ્રયાસ છે. ભારત પર ખોટા આરોપ લગાવતા પહેલા પાકિસ્તાને તેના દેશની સ્થિતિ જોવી જોઈએ. પાક્સ્તાન પોતાના દેશમાં બાળકો પર થઇ રહેલા અત્યાચાર વિશે ચૂપ છે. એને છુપાવવા માટે તે ભારત સામે આક્ષેપો કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર બોલતા ભારતે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. પાકિસ્તાનના નિવેદનો રાજનીતિથી પ્રેરિત અને ભારત વિરુદ્ધ બળતરાની ભાવનાને કારણે છે. આવા પાયાવિહોણા અને વાહિયાત નિવેદનોને ભારત નકારી કાઢે છે.
યુએનએસસીમાં વર્ષોથી સશસ્ત્ર સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકો સામે થતા ઉલ્લંઘનો, અત્યાચારો પર ચર્ચા કરવામાં આવે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ મળે છે. તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયે બાળકો સામે થતા અત્યાચારો અને ઉલ્લંઘનોને રોકવાના મહત્વને ઓળખવું જોઈએ. નોંધનીય છે કે બાળકો પરની ચર્ચા દરમિયાન જ પાકિસ્તાને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા, જેને કારણે ભારતે તેની બોલતી બંધ કરવાની ફરજ પડી હતી.
ભારતે યુએનએસસીમાં જણાવ્યું હતું કે કોઇ પણ દેશમાં સશસ્ત્ર સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકો સામે આચરવામાં આવતા ઉલ્લંઘનોની તીવ્રતા અને ગંભીરતા એ ઊંડી ચિંતાનો વિષય છે. બાળકો વિરુદ્ધ આવા આતંકવાદી કૃત્યોને રોકવા અને કડક પગલાં લેવાની જરૂર છે.
Also Read –