લિફ્ટમાં ઉદ્ઘવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે લિફ્ટરાઈડમાં શું વાત થઈ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી એટલે કે 27મી જુલથી શરૂ થયું છે અને રાજ્યની શિંદે-ફડણવીસ-પવાર સરકારનું આ છેલ્લું સેશન હોઈ સરકાર કોઈ નવી નવી જાહેરાત કરે છે, રાજ્યમાં ગાજી રહેલો આરક્ષણનો મુદ્દાનો કઈ રીતે નિવેડો લાવવામાં આવે છે, વિપક્ષ સરકારની વિરુદ્ધમાં કયા કયા મુદ્દા રજૂ કરે છે, વગેરે વગેરે મુદ્દા રાજ્યની જનતાની નજર છે. પરંતુ આ બધા વચ્ચે આજે પહેલાં જ દિવસે કંઈક એવું બન્યું હતું કે જેને કારણે રાજકીય વર્તુળોમાં જાત જાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મળી રહેલી માહિતી અનુસાર આજથી શરૂ થઈ રહેલાં ચોમાસુ અધિવેશન માટે સર્વપક્ષીય નેતા અને વિધાનસભ્યો વિધાન ભવનમાં દાખલ થયા છે. દરમિયાન શિવસેનાના ઠાકરે જૂથના પ્રમુખ અને વિધાન પરિષદના વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરે પણ અધિવેશન માટે વિધાનભવનમાં પહોંચ્યા હતા. એ સમયે ઉદ્ધવ ઠાકરે અને ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બંને જણ એક સાથે જ લિફ્ટમાં જોવા મળ્યા હતા. આ સમયે તેમની સાથે પ્રવીણ દરેકર, છગન ભુજબળ અને મિલિંદ નાર્વેકર પણ લિફ્ટમાં હાજર હતા.
આ પણ વાંચો : હવે થાણે-મીરા-ભાયંદરમાં પણ ફરશે બુલડોઝરઃ જાણો મુખ્ય પ્રધાને શું આદેશ આપ્યો?
આ દ્રશ્ય જોઈને લોકોને સ્વાભાવિક પણે જ એવો સવાલ પણ થઈ રહ્યો છે કે નાનકડી લિફ્ટ રાઈડ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે કંઈ વાતચીત થઈ કે કેમ? જોકે, આ મામલે અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે પ્રતિક્રિયા આપી છે.
લિફ્ટમાંથી બહાર આવ્યા બાદ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓએ છગન ભુજબળને આ મામલે સવાલ કર્યો હતો જેના જવાબમાં ભુજબળે જણાવ્યું હતું કે અમે લોકો બધા ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલાં માળ પર એક સાથે ગયા. લિફ્ટમાં જવા અને બહાર આવવામાં જ સમય પસાર થઈ હતો. એટલા સમયમાં તો કોણ કેટલું મળી શકે, કેટલું બોલી શકે? લિફ્ટમાં બધાએ એકબીજા સાથે શેક હેન્ડ કર્યું અને કેમ છો, કેમ નહીં એવું પૂછ્યું. એના આવું તો સામાન્યપણે જ્યારે બે નેતાઓ ભેગા થાય છે ત્યારે થતું જ હોય છે.