અદિતી રાવ હૈદરીને કલાકો સુધી પોતાના સામાનની રાહ જોતા હીથ્રો એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું
સંજય લીલા ભણસાલીની ફિલ્મ હીરામંડીઃ ધ ડાયમંડ બજારમાં પોતાની ગજગામિની વોકને કારણે લાઈમલાઈટમાં આવી ગયેલી અભિનેત્રી અદિતી રાવ હૈદરી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટી કરી છે જેમાં તે બ્રિટીશ એરવેઝ પર ભડકેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને આ પોસ્ટને કારણે તેના ચાહકો તેને ટેકો આપી રહ્યા છે.
એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એરપોર્ટ પર સામાનની રાહ જોતી ભૂખી-તરસી બેસી રહેવું પડ્યું હતું. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેણે કલાકો સુધી પોતાના સામાન માટે રાહ જોવી પડી અને એ પણ કોઈ પણ પ્રકારની મદદ વિના.
અદિતી રાવ હૈદરીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેણે પોતાની હાલની હવાઈ યાત્રાને એક થાકભરી યાત્રા કહીને હીથ્રો એરપોર્ટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે એરપોર્ટ પર તેણે પોતાના સામાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. આવા રેઢિયાળ કારભાર માટે એક્ટ્રેસે બ્રિટીશ એરવેઝને ખરીખોટી સંભળાવી હતી.
એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હીથ્રો એરપોર્ટના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે અને આ પોસ્ટમાં તેણે હીથ્રો એરપોર્ટને સૌથી ખરાબ ગણાવ્યો હતો. એરપોર્ટ જ્યારે તેણે પોતાના સામાન માટે મદદ માંગી તો તેને એવું જણાવવામાં આવ્યું કે બેગેજ હેન્ડિલિંગ પર તેમનું કોઈ નિયંત્રણ નથી. ત્યાર તેમને પોતાની એરવેઝનો સંપર્ક સાધવાનું જણાવવામાં આવ્યું હતું. એક્ટ્રેસ લંડન પ્રવાસ પર ગઈ હતી, જ્યાં તે હીથ્રો એરપોર્ટ પર ઉતરી, પરંતુ તેને અહીં લાંબા સમય સુધી પોતાના સામાનની રાહ જોતા બેસી રહેવું પડ્યું હતું.
અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે 19 કલાક થઈ ગયા છે હજી પણ રાહ જોઈ રહી છું. બ્રિટીશ એરવેઝ તમને જણાવવાનું કે તમારી એરવેઝ સાથે મારો આ પહેલો અનુભવ નથી. જો તમે નેટફ્લિક્સ પર હીરામંડી જોશો તો મને ખ્યાલ આવી જશે કે ન્યાયની લડાઈમાં હું હાર નથી માનવાની. તો શું તમે અમારો સામાન મોકલી શકો છો? જલ્દીમાં જલ્દી. મારી એક કોન્ફરન્સ છે અને મને જે સામાનની જરૂર છે એ તમારા માનદંડોને પૂરા નહીં કરી શકે. આ સાથે જ એક્ટ્રેસે એક ઈમોજી પણ શેર કર્યું છે.