નેશનલ

લોકસભાના સ્પીકરની બાજુમાં જે માર્શલ ઊભા થાય છે, કેવી રીતે બની શકાય? કેટલો હોય છે પગાર?

નવી દિલ્હીઃ સંસદમાં જ્યારે પણ સત્ર ચાલતું હોય છે ત્યારે આપણે બધાએ જોયું હશે કે સ્પીકરની બાજુમાં બે લોકો ઊભા હોય છે અને એ લોકો સ્પીકરને સંસદની કાર્યવાહી આગળ ધપાવવામાં મદદ કરતાં હોય છે. આ જ લોકો સમય સમય પર સ્પીકરને દસ્તાવેજો આપતા રહે છે. આ લોકોને માર્શલ તરીકે ઓળખવામાં આવે છે. પણ શું તમને એ વાતની જાણકારી છે કે આ માર્શલની નિમણૂંક કેવી રીતે કરવામાં આવે છે? તેમને કેટલું વેતન આપવામાં આવે છે? ચાલો આજે તમને જણાવીએ સંસદના આ માર્શલ વિશે કે જેમનું સદનમાં ચાલતી કાર્યવાહીમાં મહત્ત્વનું યોગદાન હોય છે.

હવે વાત કરીએ કે આખરે માર્શલની નિયુક્તિ કેવી રીતે કરવામાં આવે છે એની. આમ માર્શલની નિયુક્તિ સીધી ભરતી કરીને નથી કરવામાં આવતી કે ન તો આ પદ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સંસદમાં કામ કરી રહેલાં અધિકારીઓને જ પ્રમોશન આપીને માર્શલ બનાવવામાં આવે છે. આ સુરક્ષા વિભાગના ઓફિસર હોય છે, જોઈન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટરપદના ઓફિસર્સની આ પદ માટે નિયુક્તિ કરવામાં આવે છે. આ પદ માટે પહેલાં કામ કરવાનો મહાવરો હોવો આવશ્યક છે, ત્યાર બાદ જ નિયુક્તિ કરવામાં આવે છે.

આસિસ્ટન્ટ ડિરેક્ટર અને સિક્યોરિટી ઓફિસરના પદ પર ઓછામાં ઓછું પાંચ વર્ષનો અનુભવ થયા બાદ જ આ લોકોની નિયુક્તિ કરવામાં આવે છે. આ સિવાય સિનીયર સિક્યોરિટી ઓફિસરને પણ લાંબા અનુભવ બાદ આ પદ પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. સ્પીકરના ડાબા હાથ પર જે વ્યક્તિ ઊભી હોય છે અને બીજી બાજુ ઉભેલી વ્યક્તિ ડેપ્યુટી માર્શલ હોય છે.

| Also Read: Share Market એ તોડ્યા તમામ રેકોર્ડ, Sensex 79,000 ને પાર નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

બંનેના કામની વાત કરીએ તો એમનું કામ ખૂબ જ અઘરું ગણાય છે, કારણ કે જ્યારે પણ ગૃહમાં કામકાજ ચાલુ હોય ત્યારે તેઓ સ્પીકર સાથે જ રહે છે, તેમને સદનનું કામકાજ ચલાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેટલાક ખાસ પ્રસંગો પર તેઓ ગેસ્ટ ઓફ ઓનરને એસ્કોર્ટ કરવાનું કામ પણ કરશે. માર્શલ સિક્યોરિટી ફોર્સમાંથી આવે છે, આવી પરિસ્થિતિમાં સ્પીકરની સુરક્ષાની જવાબદારી પણ આ માર્શલની હોય છે.

સૌથી ખાસ વાત તો એ છે કે માર્શલને દરેક સાંસદ વિશે જાણકારી હોય છે અને તેઓ સ્પીકરને એ વિશે માહિતી પણ આપતા રહે છે. સાથે સાથે જ પ્રશ્નકાલ દરમિયાન પણ તેઓ અનેક પ્રકારની જાણકારી સ્પીકરને આપે છે. વોટિંગ દરમિયાન પણ તેમનું કામ વધી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સદનમાં આ માર્શન સ્પીકરના આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને પૂરી રીતે મદદ કરે છે.

હવે વાત કરીએ માર્શલના પગાર વિશે. આ લોકો એ ગ્રેડ ઓફિસર્સ હોય છે અને તેમના લેવલ પ્રમાણે તેમનું પદ લેવલ 11-12ની વચ્ચે આવે છે. રાજ્યસભાના ઓફિશિયલ ડોક્યુમેન્ટના હિસાબે તેમનો પગાર 15,600-39,100+ 5400 લેવલ પે આધારિત હોય છે. સેલરી દરેક માર્શલના અનુભવ અને પ્રમોશનના હિસાબે અલગ અલગ હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button