આપણું ગુજરાત

ગિફ્ટિસિટિમાં દારૂની છૂટ પણ પીનારાંઓને નડે છે આ નિયમો

અમદાવાદઃ એક બાજુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચિક્કાર દારૂ પીવાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ જ્યા પીવાની છૂટ છે ત્યાં જોઈએ તેટલો પીવાતો નથી. વાત છે ગિફ્ટિસિટીની. ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં કોર્પોરેટ કલ્ચર ઊભું થાય તે માટે ગયા ડિસેમ્બર મહિનાથી દારૂના કાયદામાં છૂટછાટ આપવામાં અને તેનો અમલ 1લી માર્ચથી શરૂ કરવામાં આવ્યો.

આ જાહેરાત થઈ ત્યારે એમ માનવામાં આવતું હતું કે ગિફ્ટ સિટિમાં ગરદી જામશે, પરંતુ પીનારાઓએ કાસ કઈ ઉત્સાહ બતાવ્યો નથી, કારણ કે છેલ્લા ચાર મહિનામાં ગિફ્ટ સિટીની મર્યાદામાં માત્ર 600 લિટર દારૂનું વેચાણ થયું છે ને માત્ર 500 કર્મચારીઓએ અરજી કરી છે, તેમ એક અહેવાલ જણાવે છે.

રાજ્યના નશાબંધી વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે દારૂ પાવા અને પીરસવા માટે જે શરતો લાગુ કરી છે તેના કારણે તેમજ દારૂની કિંમત કર્મચારીઓને અને મુલાકાતીઓને પરવડી રહી નથી. ગીફ્ટ સિટીમાં 25,000 થી વધુ વ્યક્તિઓ કાર્યરત છે. જેની સામે 1લી માર્ચથી અત્યાર સુધીમાં ગિફ્ટ સિટીની મર્યાદામાં દારૂ પીવા માટે સાધારણ 250 મુલાકાતીઓ પરમિટ આપવામાં આવી છે. દારૂબંધીમાં છુટછાટનો લોકો લાભ લઈ રહ્યા નથી.

દારૂબંધીમાં છુટછાટ એ ભ્રામક જાહેરાત સાબિત થઈ રહી છે. આ પાછળના ઘણા કારણોમાં ટોચનું કારણ એ છેકે ગિફ્ટ સિટીની મર્યાદામાં વેચવામાં આવતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનોમાં ઉપલબ્ધ છે તેના કરતાં ત્રણ ગણી વધારે છે.

તો વળી નશાબંધી વિભાગે એવી જાહેરાત કરી હતી કે ગિફ્ટ સિટીમાં જે મુલાકાતી હોય અને તેમને લીકર પીવાની ઈચ્છા હોય તો તેમની સાથે પરમિટધારક હૉસ્ટ એટલે કે કર્મચારીએ રહેવું ફરજિયાત છે. હવે આ શક્ય બની રહ્યું નથી, કારણ કે લગભગ તમામ કર્મચારીઓ વ્યસ્ત વ્યાવસાયિકો છે અને તેમની સાથે આવેલા મહેમાનોને માટે થોડો સમય ફાળવે છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર પાસે ગિફ્ટ સિટીની મર્યાદામાં દારૂના વેચાણ અને વપરાશ માટેના જે નિયમો છે તેમાં જરૂરી સુધારા થાય તેવી માગણી થઈ રહી છે.

વળી ગિફ્ટ સિટિમાં હજુ જોઈએ તેવું સોશિયલ એટમોસ્ફીઅર તૈયાર થયું નથી. આથી દેશ-વિદેશના લોકો અહીં આવી કોર્પોરેટ કલ્ચર માણે તેવી સરકારની ધારણા ખોટી પડી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button