નેશનલ

રાષ્ટ્રપતિ Draupadi Murmu એ NEET-NET પેપર લીક મુદ્દે કહ્યું, દોષિતોને કડકમાં કડક સજા થશે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu)સંસદના બંને ગૃહોને સંબોધનમાં નવા ચૂંટાયેલા સાંસદો અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આખા દેશમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. દુનિયા જોઈ રહી છે કે લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારને ચૂંટી કાઢી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે નીટ-નેટ (NEET-NET)પેપર લીક કેસમાં દોષિતોને કડકમાં કડક સજા અપાશે તેમ જણાવ્યું હતું.

દસ વર્ષમાં ગ્રામીણ અર્થતંત્ર પર ભાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં થયેલા ફેરફારોને કારણે આ બધું શક્ય બન્યું છે. મારી સરકાર ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે વ્યસ્ત છે. સરકાર તમામ ક્ષેત્રોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. છેલ્લા દસ વર્ષમાં ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે.

પેપર લીક મામલે કહ્યું દોષિતોને કડકમાં કડક સજા અપાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારનો અવરોધ યોગ્ય નથી. તાજેતરમાં પેપર લીકની ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડકમાં કડક સજા આપવાનું કામ સરકાર કરી રહી છે. આ પહેલા પણ ઘણા રાજ્યોમાં પેપર લીકના કિસ્સા સામે આવ્યા છે. આની સામે આપણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવું પડશે.

ખરીફ પાકના MSPમાં પણ વધારો

તેમણે કહ્યું કે , સરકારે ખરીફ પાકના MSPમાં પણ વધારો કર્યો છે. આપણે વધુને વધુ આત્મનિર્ભર બનવું જોઈએ તે વિચારને ધ્યાનમાં રાખીને આ નીતિ બનાવવામાં આવી છે. આજકાલ વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. ભારતીય ખેડૂતો પાસે આ માંગને પહોંચી વળવાની અપાર ક્ષમતા છે.

સરકારે દરેક ગામડામાં રસ્તા આપ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહમાં કહ્યું કે એપ્રિલ 2014માં માત્ર 209 એરલાઈન્સ હતી, પરંતુ તેની સંખ્યા વધીને 605 થઈ ગઈ. મારી સરકારે દરેક ગામડામાં રસ્તા આપ્યા. સરકાર ઉત્તર પૂર્વની શાંતિ માટે સતત કામ કરી રહી છે. સરકારે ગામડાઓને મુખ્ય રસ્તાઓ સાથે જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ 3.8 લાખ કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કર્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે મારી સરકારે તાજેતરમાં કૃષિ સખી કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં સ્વસહાય જૂથોની 30 હજાર મહિલાઓને કૃષિ સખી તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

રોજગારીની તકો વધી રહી છે

તેમણે કહ્યું કે મારી સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભોને સમાન મહત્વ આપી રહી છે – ઉત્પાદન, સેવાઓ અને કૃષિ. પીએલઆઈ યોજનાઓ અને વ્યવસાય કરવાની સરળતા મોટા પાયે રોકાણ અને રોજગારની તકો વધારી રહી છે. પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત અન્ય ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપે છે.

ઇમરજન્સી બંધારણ પર સીધો હુમલો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ઇમરજન્સી બંધારણ પર સીધો હુમલો અને કાળું પ્રકરણ હતું. તેમણે કહ્યું કે આ સદી ભારતની સદી છે અને તેની અસર આવનારા હજાર વર્ષ સુધી રહેશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button