હિન્દુ મરણ
ખંભાતી વિશા લાડ વણિક
ગં.સ્વ. નીલાબેન (ઉં.વ.૮૧) તે સ્વ. કૃષ્ણકાંત વસઈવાલાના પત્ની દિપેશ, પ્રીતિ, પિંકીના માતુશ્રી. દીપક પી. ગાંધી તથા નીખિલ એસ. શાહના સાસુ. પૂજા, પ્રિયા રૂષાંગ દેસાઈ અને વિશાલના નાની. સ્વ. ભદ્રાબેન ભગવાનદાસ ઝવેરીના દીકરી. સ્વ. ધનલક્ષ્મીબેન, સરયૂબેન, નીરંજનાબેન, સ્વ. રશ્મીબેન તથા ભારતીબેનના ભાભી તા. ૨૫-૬-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
સ્વ. વિમળાબેન અને સ્વ. રમણલાલ ઓધવજી સંઘવીના પુત્રવધૂ. સ્વ. નયનાબેન (ઉં.વ. ૭૨) તે અરુણભાઈના ધર્મપત્ની. નીલ અને આરતીના માતુશ્રી, તે સ્વ. જ્યોસનાબેન રમણીકલાલ ગોરડિયા, અરુણાબેન દિલીપભાઈ અને દક્ષાબેન કમલેશભાઈના ભાભી. તે સ્વ. બચુભાઈ માયાનીના પુત્રી. તા. ૧૮ જૂનના યુએસએ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર જ્ઞાતિ
સ્વ.શ્રી. લલીતાબેન પરમાર ગામ બાબરીયાધાર હાલ મીરારોડ (ઉં.વ. ૮૨) શુક્રવાર, તા. ૨૧-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મણીબેન ભગવાનજીભાઈ પરમારના પુત્રવધૂ. સ્વ. જીવનભાઈ પરમારના ધર્મપત્ની. સ્વ. જયદેવભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. નારણભાઈ, શ્રી.ગોવિંદભાઈ, શ્રી. વલ્લભભાઈ તથા સ્વ. જયાબેન બટુકભાઈ મકવાણાના ભાઈના પત્ની. તે સ્વ. દેવેન્દ્રભાઈ, શ્રી મનોજભાઈ, શોભનાબેન ધીરજલાલ કવા, ઉષાબેન અરવિંદભાઈ ડોડિયા, સ્વ. વર્ષાબેનના માતુશ્રી. તેઓ ભાડવાકિયાવાળા સ્વ. ભીમજીભાઈ પ્રેમજીભાઈ ડોડિયાના દીકરી. તે શ્રી. ધનજીભાઈ, શ્રી રસીકભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી બાબુભાઈ, શ્રી જયાબેનના બહેન. પ્રાર્થનસભા તા. ૨૭-૬-૨૪ને ગુરુવારનાં ૫થી ૭. સ્થળ: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, વિશ્ર્વકર્મા ચોક, અંબાજી મંદિરની પાસે, કાર્ટરરોડ નં. ૩, બોરીવલી (ઈસ્ટ).
ઝાલાવાડી સઈ સુતાર
મુળ ગામ સુરેન્દ્રનગર હાલે મલાડ, ગં.સ્વ. પ્રેમિલાબેન હસમુખલાલ ગોહેલના સુપુત્ર. હરેશ ગોહિલ (ઉં.વ. ૪૬) તા. ૨૨-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે કલ્પના અનીલ સોલંકીના ભાઈ. સુરેન્દ્રનગર નિવાસી સ્વ. સાંતુભાઈ, સ્વ. નટુભાઈ, રમેશભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, ગણપતભાઈ ગોહેલના ભત્રીજા. લખતર નિવાસી નટુભાઈ ગીરધરલાલ સોલંકી, સ્વ. કાકુભાઈ રજનીભાઈ બિપિનભાઈના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ કાંદિવલી સ્વ. ઈશ્ર્વરલાલ ગંગાદાસ મહેતાના ધર્મપત્ની જયાલક્ષ્મી (ઉં.વ. ૯૨) તા. ૨૪-૬-૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે અમિતા તરુણકુમાર ગોરડિયા તથા રેખા હેમંત વળિયાના માતુશ્રી. સચિન-પૂનમ, યશ-હિનલ તથા તનયના નાની. રાજુલાવાળા અમૃતલાલ મોનજી ગાંધીની દીકરી. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
દિલીપભાઈ ઠક્કર (ઉં. વ. ૭૮) તે સ્વ. રતનબેન રામજીભાઈ ઠક્કર (કચ્છ ગામ-વિંઝાણ), હાલે મુલુંડના સુપુત્ર. તે રેખાબેનના પતિ. તે આદિત્યના પિતાશ્રી. તે સ્વ. તુલસીદાસ ઓધવજી ચંદન (મદ્રાસવાળા)ના જમાઈ. તે સ્વ. શંભુભાઈ, સ્વ. મણીબેન, સ્વ. વાસંતીબેન, વિનોદભાઈ અને હંસાબેનના ભાઈ. તે શ્ર્વેતાબેનના સસરાજી. શનિવાર ૨૨-૬-૨૪ના (અમેરિકા) મધ્યે શ્રીરામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ગુરુવાર ૨૭-૬-૨૪ના ઓનલાઈન પ્રાર્થનાસભા ૯.૩૦.
કપોળ
જાફરાબાદવાળા (હાલ કાંદિવલી) સ્વ. કલાવતીબહેન તથા સ્વ. દુર્લભદાસ હરિદાસ મહેતાના પુત્ર હરકિસનદાસ (ઉં. વ. ૮૮) તે નીલમબહેનના પતિ. પારુલ અમિતભાઈ પારેખ, ડિમ્પલ હેમંતભાઈ મહેતા તથા કેતન-મનીષાના પિતા. સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. મનુભાઈ, ધર્મેન્દ્રભાઈ, વિનોદબહેન કનુભાઈ મહેતા, સ્વ. જિતેન્દ્રભાઈ તથા નીલમબહેન બકુલભાઈ સંઘવીના ભાઈ. મુરુડ-જંજીરાવાળા સ્વ. નાગરદાસ માધવજી વોરાના જમાઈ. હર્ષ, કૃતિક, મિલોની, આયુષી, શ્લોકના દાદા-નાના રવિવાર, ૨૩ જૂન, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા: ગુરુવાર, ૨૭ જૂન, ૨૦૨૪ ૫ થી ૬.૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પાંચમે માળે, પારેખ લેનના કોર્નર પર, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ
ઉસરડ નિવાસી હાલ વિદ્યાવિહાર સુરેશ દયાશંકર જાની (ઉં. વ. ૭૩) તે ૨૫-૬-૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. દયાશંકર પ્રભાશંકર જાની અને સ્વ. તારામતી દયાશંકર જાનીના સુપુત્ર. ગં.સ્વ. માલતીબેનના પતિ. પ્રગ્નેશ, સ્વપ્નેશ અને ગં.સ્વ. આરતી ભરત પંડ્યાના પિતા. ભદ્રા, રમીલા તથા સ્વ. ભરત પંડ્યાના સસરા. જયશ્રીબેન હર્ષદભાઈ મહેતા, માલતીબેન પ્રવીણચંદ્ર ત્રિવેદી, સ્વ. ગીતાબેન જિતેન્દ્રકુમાર જોષી તથા નિખિલભાઈના ભાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
નંદલાલ કાનાબાર (ઉં.વ.૮૮) મૂળ ગામ સુતરેજ હાલ ખાર તે રતનશી સુંદરજી કાનાબારના દીકરા. સ્વ. ચંપાબેનના પતિ. શીતલભાઇ, વિનયભાઈના પિતાશ્રી. ચુનીલાલ, કેસરબેન મોહનલાલ કારીયાના ભાઇ. રેખાબેન અને બિન્દિયાબેનના સસરા. પરશોતમભાઇ રામજી રાજાના જમાઇ, મંગળવાર, તા.૨૫/૬/૨૪ના અક્ષરવાસી થયા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૨૭/૬/૨૪ના ૪ થી ૬. પાઠારે પ્રભુ હોલ ૧૨મો રસ્તો ખાર.
લુહાર સુતાર
ગામ ધારગણી હાલ કાંદિવલી સ્વ.ચંપાબેન ઠાકશીભાઈ વશરામભાઈ વાળાના સુપુત્ર નંદલાલભાઈ (ઉં. વ. ૬૪) તે ૨૩/૬/૨૪ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે શીલ્પાબેનના પતિ. ત્રિભુવનભાઈ, વનમાળીભાઇ અને ધીરૂભાઈના ભત્રીજા. ભાનુબેન મનસુખલાલ ડોડિયા તથા અરવિંદભાઈ, મહેંદ્રભાઈના ભાઈ તથા હાલ વડોદરાવાળા (નવાબજાર) સ્વ. મુકતાબેન વશરામભાઇ કરસનભાઈ મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા ૨૭/૬/૨૪ ગુરુવારના ૫ થી ૭. લુહાર – સુથાર જ્ઞાતિ હિતેચ્છ મંડળ, દત્તપાડા રોડ, બોરીવલી (ઈસ્ટ).
કચ્છી ભાટિયા
અ. સૌ. ઇન્દિરા (ઉં. વ. ૮૪), માધવસિંહ રણછોડદાસ આશરના ધર્મપત્ની. સ્વ. ચત્રભુજ નેણસી રામૈયાના પુત્રી. અ. સૌ. આનંદી કૌશિક લાયજાવાલા તથા અ. સૌ.મંજરી રાજેન્દ્ર ટોપરાણીના માતુશ્રી. ચિ. આદિત્ય, અ. સૌ. દેવશ્રી, અ. સૌ.વિપાશા, તથા ચિ. અંજલીના નાની તા. ૨૫/૬/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યહવાર બંધ છે
કપોળ
ડેડાણવાળા હાલ બોરીવલી સ્વ. વજુભાઇ નાગરદાસ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. લીલાવતી (ઉં.વ.૯૪), તા.૨૩-૬-૨૪ રવિવારના શ્રીજીચરણ પામલે છે. તે ભરત, સ્વ. ઉપેન્દ્ર, શૈલેષ, અ. સૌ. ભામિની કિરણ પારખેના માતુશ્રી. અ. સૌ. નિલની, સ્વ. દામિની, અ.સૌ. ઈલા, કિરણ ગુણવંતરાયના સાસુ. ગં.સ્વ. ભાનુમતી નગીનદાસ, સ્વ. નીતિબાળા પ્રાણજીવનદાસ, સ્વ. યોગી શાંતિસ્વરૂપ, સ્વ. કમળાબેન નટવરલાલ, સ્વ. સવિતાબેન નવીચંદ્ર, સ્વ. ભાનુમતી રમણીકલાલના ભાભી. અમરેલીવાળા સ્વ. પ્રભુદાસ, સ્વ. ગીરધરલાલ, સ્વ. રમણલાલ, દિલીપભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. કમળાબેન, સ્વ. તારાબેન, સ્વ. ક્રિષ્નાબેન, સ્વ. નલીનીબેનના બહેન. પ્રાર્થનાસભા તા.૨૭-૬-૨૪ના ૫ થી ૭, સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
પુષ્પાબેન મોદી (ઉં. વ. ૮૦), મૂળ ગામ સલાયા, હાલ ખપોલી તે સ્વ. રતિલાલ દામોદરદાસ મોદીના પત્ની. સ્વ. શૈલેષભાઈ, સ્વ. રીટાબેન ભાવેશકુમાર, રશ્મિબેન ભાવેશકુમાર, વૈશાલીબેન નિલેશકુમાર, શીતલબેન અમિતકુમારના માતોશ્રી. પ્રેરણાબેનના સાસુ. સ્વ. શાંતિલાલ તથા જયંતીલાલના બેન. જીનલ, તેજસ તથા નિહાલના દાદી બુધવાર, તા. ૨૬/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭/૬/૨૪ ૩.૩૦ થી ૫., શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ, ગો.વા.પ.ભ. સરસ્વતીમાં લોહાણા મહાજનવાડી, સેંટ્રલ બેંક ઑફ ઇંડિયાની સામે, ખપોલીમાં. લૌકિક વ્યવહાર બંદ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ વતન જામસલાયા સ્વ. પુષ્પાબેન નારણદાસ જટાનીયાના પુત્ર હાલ મુંબઈ હેમેન્દ્રભાઈ જટાનીયા (ઉં. વ. ૭૫), તે સુધાબેનના પતિ. માનસી સમીરભાઈ કંપાણી તથા જીમીના પિતાશ્રી. અ.સૌ. પાયલના સસરા. સ્વ. પુષ્પાબેન ગુલાબરાય બદિયાણીના જમાઈ. જ્યોત્સનાબેન, જયશ્રીબેન, ગીતાબેન અને પીયૂષભાઈના મોટાભાઈ તા.૨૫-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૪, પાટીદાર સમાજ હોલ, ધરમ પેલેસની પાસે, શાંતિસદનની સામે, ફ્રેંચ બ્રીજ, મુંબઈ-૪૦૦૦૦૭, ૪.૩૦ થી ૬.૦૦.
દશા મોઢ વણિક
નવસારી હાલ મુંબઈ જવાહર પરીખ (ઉં. વ. ૮૯) તા.૨૩/૬/૨૪ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નટવરલાલ લક્ષ્મીચંદ અને સ્વ. ઉમેદગૌરીના પુત્ર. નીલાબેનના પતિ. નિખિલ અને ભામિનીના પિતા. અ. સૌ. રૂપલના સસરા. સ્વ. ચંદ્રવદનભાઇ, સ્વ. જીતુભાઇ, રસિકભાઇ, દિલીપભાઈ, ભરતભાઇ, અશ્ર્વિનભાઇ, પન્નાબેન પ્રવિણચંદ્ર દેસાઈ, ઇલાબેન કિરીટકુમાર શાહના ભાઈ. વેલણ નિવાસી સ્વ. અમૃતલાલ દેવચંદ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક પ્રથા બંધ છે.