Ram Mandirમાં પાણી ટપકવાના પૂજારીના દાવાને ચંપત રાયે ફગાવ્યા
અયોધ્યાઃ અયોધ્યા મંદિરમાં પાણી ટપકવાના આરોપોને આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સેક્રેટરી ચંપત રાયે ફગાવી નાખ્યા હતા. આજે મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના તમામ દાવાઓને ચંપત રાયે ફગાવ્યા હતા. ટ્રસ્ટના ચીફ સેક્રેટરી ચંપત રાય વતીથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગર્ભગૃહમાં જ્યાં ભગવાન રામલલ્લા વિરાજમાન છે, ત્યાંથી એક બૂંદ પણ પાણી ટપક્યું નથી અને ના તો ગર્ભગૃહમાં આવ્યું પણ નથી. આ અગાઉ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના દાવાને ફગાવી દીધા હતા.
આ પણ વાંચો: અયોધ્યામાં લોકોની નારાજગી મહત્ત્વની કે મહંતનો રોફ?
રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે શનિવારે આરોપ લગાવતા કહ્યું હતું કે ગર્ભગૃહની મંદિરની છત પર ઝડપથી પાણી ટપકી રહ્યું હતું અને રવિવારે સવારના પાણી ભરાયું હતું.
બહુ મહેનત કર્યા પછી મંદિર પરિસરમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું. બીજી બાજુ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય વતીથી નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવ્યા મુજબ ગર્ભગૃહમાં જ્યાં ભગવાન રામલલ્લા વિરાજમાન છે, ત્યાં પાણી ટપક્યું નહોતું.
આ પણ વાંચો: અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદનો ઑડિયો વાઇરલ થયા બાદ એલર્ટ
દરમિયાન રાયે કહ્યું હતું કે ગર્ભગૃહમાં આગળની પૂર્વ દિશામાં મંડપ છે, જેને ગૂઢમંડપ કહેવાય છે. મંદિરના બીજા માળે (ભોંયતળિયાથી લગભગ 60 ફૂટ ઊંચા) છતનું કામકાજ પૂરું થયા પછી ત્યાં ઘુમ્મટને જોડવામાં આવશે અને મંડપની છત બંધ કરવામાં આવશે. આ વિસ્તાર 35 ફૂટ વ્યાસનો છે, જેને હંગામી ધોરણે ફક્ત પહેલા માળે આવરી લેવામાં આવી છે. જ્યારે બીજા માળે પિલર બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.