લાડકી

સ્ટાઈલિશ લાગતા ઑફ શોલ્ડર

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

ઓફ શોલ્ડર એટલે જે ડ્રેસમાં શોલ્ડર ન હોય અથવા જે ડ્રેસ શોલ્ડર લાઈનથી થોડા નીચે પહેરવાં આવે એટલે કે ઓફ શોલ્ડર ડ્રેસ બસ્ટ એરિયાથી ઉપર અને શોલ્ડર લાઈનથી નીચે પહેરવામાં આવે છે. ઓફ શોલ્ડર ડ્રેસમાં ક્યારેક સ્લીવ્ઝ હોય છે અથવા નથી હોતી. ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવાથી સ્ટાઈલિશ લાગે છે અને એક કેઝયુઅલ લૂક આપે છે.

કોણ પેહરી શકે? – ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે.સુડોળ કાયા ધરાવતી યુવતી પર ઓફ શોલ્ડર પેટર્ન ખુબ જ શોભે છે. જો તમારે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવા હોય તો તેની માટે તમારા શોલ્ડર થોડા ભરેલા હોવા જોઈએ. સાવ પાતળા શોલ્ડર પર ઓફ શોલ્ડર પેટર્ન નહિ સારી લાગે.

ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવા માટે તમારા શોલ્ડર વળેલા ન હોવા જોઈએ. તમારું બોડી સ્ટ્રક્ચર એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. શોલ્ડર પર ચરબીના થર દેખાતા હશે તો પણ નહીં સારું લાગે. ઓફ શોલ્ડર ડ્રેસ પેહરવા માટે શોલ્ડર ચોખ્ખા હોવા જોઈએ એટલે કે શોલ્ડર પર બ્લીચ અને સ્ક્રબિંગ કરાવ્યું હશે તો સારું લાગશે.

ઓફ શોલ્ડર ટોપ્સ – ઓફ શોલ્ડર ટોપ્સ મોટે ભાગે શોર્ટ લેન્થના હોય છે .શોર્ટ લેન્થમાં પણ બે ઓપ્શન હોય છે જેમકે એક પ્રોપર ફિટિંગ વાળા ટોપ્સ અને બીજા બલૂન ઇફેક્ટ વાળા. પ્રોપર ફિટિંગ વાળા ટોપ્સ કમર સુધીના હોય છે અને સ્લીવ્સમાં વેરિએશન હોય છે.

ઓફ શોલ્ડરના શોર્ટ ફિટિંગ વાળા ટોપ્સ પહેરવાથી એક ફોર્મલ લૂક આવે છે. જે તમે પ્લાઝો અથવા શિમર પેન્ટ સાથે પેહરી શકો.અથવા સ્ટ્રેચેબલ શિમર સ્કર્ટ સાથે પણ પેહરી શકાય. ઓફ શોલ્ડર ટોપ્સમાં બીજી સ્ટાઇલ આવે છે તે બલૂન પેટર્ન. બલૂન પેટર્નમાં ચેસ્ટ પાસે અને જ્યાં ટોપ્સ પૂરા થાય ત્યાં ઇલાસ્ટીક હોય છે. તેને કારણે ટોપ્સ લુઝ લાગે છે. ઓફ શોલ્ડર બલૂન પેટર્નમાં ચેસ્ટ પર જ્યાં ટોપ્સ ચાલુ થાય ત્યાં ૪ ઇંચ થી લઈને ૬ ઇંચ સુધી ફેબ્રિકની જ ફ્રિલ એડ કરવામાં આવે છે. જેને લીધે કેઝયુઅલ લૂક આવે છે. આ ટોપ્સ યન્ગ યુવતીઓ પર ખુબ જ સુંદર લાગે છે. ઓફ શોલ્ડર વાળા બલૂન પેટર્નના ટોપ્સ ડેનિમ શોર્ટ્સ કે ડેનિમ સ્કર્ટ સાથે સ્માર્ટ લૂક આપે છે.

આ ટોપ્સ પ્રિન્ટેડ ફલોઈ ફેબ્રિકમાં વધારે જોવા મળે છે અને સારા લાગે છે. આ ટોપ્સ કોફી ડેટ માટે અથવા હોલીડે માટે પેર્ફેકટ વેર છે.

ઓફ શોલ્ડર ડ્રેસ – જ ડ્રેસને જોઈને જ પહેરવાની ઈચ્છા થાય તે ઓફ શોલ્ડર ડ્રેસ .મોટા ભાગની મહિલાઓને ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવા ગમતા હોય છે પરંતુ બરાબર ફિગર ન હોવાને કારણે પેહરી નથી શકતા. ઓફ શોલ્ડર ડ્રેસ મોટા ભાગે સોફ્ટ કોટન પ્રિન્ટેડ પ્રિન્ટેડ ફેબ્રિકમાં અથવા ફલોઈ ફેબ્રિકમાં હોય છે.

ઓફ શોલ્ડર ડ્રેસમાં ફ્લોરલ અથવા જોમેટ્રીક પ્રિન્ટ હોય છે. જે કોઈ પણ વયની મહિલા પર શોભે છે. ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવાથી એક યન્ગ લુક મળે છે.

ઓફ શોલ્ડર ડ્રેસમાં ઘણી પેટર્ન અને વેરાઈટી આવે છે પરંતુ સૌથી બેસ્ટ શોભતી પેટર્ન છે બેસ્ટ એરિયામાં મોટી ફ્રિલ. ઓફ શોલ્ડર ડ્રેસમાં જયારે ચેસ્ટ પર ફ્રિલ હોય ત્યારે કમર પર ખાસ કરીને બેલ્ટ પહેરવામાં આવે છે તેથી ઓવર ઓલ એક કમ્પ્લીટ લૂક મળી શકે. બેલ્ટ તમે ડ્રેસના કલર મુજબ કોન્ટ્રાસ્ટમાં પેહરી શકો. અથવા સેમ ટુ સેમ કલર ટોનમાં પણ પેહરી શકાય. ડીપેન્ડિંગ તમારે કઈ ઇવેન્ટમાં જવાનું છે. ઓફ શોલ્ડર ડ્રેસ ફ્લેર વાળા અને બોડી હગિંગ એમ બન્ને પેટર્નમાં આવે છે. તમારો બોડી ટાઈપ પ્રમાણે તમે ડ્રેસની પેટર્નની પસંદગી કરી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button