આમચી મુંબઈ

મુંબઈ મનપાને રેસકોર્સની 120 એકર જમીન મળી: થીમ પાર્ક બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે મહાલક્ષ્મી રેસકોર્સની 120 એકર જમીન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા)ને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. મહાલક્ષ્મી રેસકોર્સની 120 એકર જમીનનો ઉપયોગ સેન્ટ્રલ પાર્ક, ખુલ્લી જગ્યા અને બગીચા વિકસાવવા માટે કરવામાં આવશે.

1914માં આ જગ્યા રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને 99 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી. બાદમાં 2013માં લીઝ ખતમ કરવામાં આવી હતી. જે બાદ આ જમીન પર થીમ પાર્ક બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં થીમ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓનો વિકસાવવાની યોજના છે. આ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. થીમ પાર્ક બનાવવા માટે આ જમીન મુંબઈ મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરવી જરૂરી હતી. રેસકોર્સની કૂલ 211 એકર જગ્યા છે. તેમાંથી 91 એકર ટર્ફ ક્લબને આપવામાં આવશે, જ્યારે બાકીની 120 એકર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધી આ જગ્યા લીઝ પર આપવામાં આવતી હતી.

દક્ષિણ મુંબઈમાં મોકાના સ્થળે રહેલા મહાલક્ષ્મી રેસ કોર્સની કુલ 211 એકર જમીન 1914માં રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફને લીઝ પર આપવામાં આવી હતી. આ 99 વર્ષનો કરાર 2013માં સમાપ્ત થયો હતો.

આ પણ વાંચો : મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગમાં રાખ થઇ, જુઓ વીડિયો

હવે કરારની મુદત પૂરી થયા પછી 120 એકર જમીન રાજ્ય સરકાર દ્વારા મનપાને સોંપવાની મંજૂરી આપવામાં આવી છે, એવી માહિતી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. બાકીની 91 એકર જમીન રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને લીઝ પર આપવામાં આવશે.

મુંબઈગરાને રાહત મળશે: કિશોરી પેડણેકર
રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને જમીન પાછી આપી તેના માટે આભાર. છેલ્લા 10 વર્ષથી તેની માગણી કરવામાં આવી રહી હતી. મનપા રેસકોર્સની જાળવણી અને બાકીની જમીન પર મુંબઈવાસીઓ માટે સેન્ટ્રલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે પરવાનગી મેળવવામાં વિલંબ થયો હતો, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ તેના માટે ભંડોળ ફાળવ્યું છે. આદિત્ય ઠાકરેના કારણે આ પ્રોજેક્ટ સંબંધિત કામ ઝડપથી આગળ વધ્યું હતું, એમ મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button