સતત દસ વર્ષ ખાલી રહ્યા બાદ સંસદને મળ્યા વિપક્ષના નેતા! કોંગ્રેસ માટે આ પણ એક જીત

નવી દિલ્હી: 18 મી લોકસભાના સ્પીકર તરીકે સતત બીજી વખત ઓમ બિરલાને (loksabha speaker Om Birla) ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 10 વર્ષ બાદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) વિપક્ષ નેતાની (Leader Of Opposition) માન્યતા આપી છે. રાહુલ ગાંધીને મળેલું વિપક્ષના નેતાનું પદ આગામી 9 તારીખથી માન્યતા મળશે. 25 જૂનના રોજ કોંગ્રેસે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવ્યા હતા. પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે તેમના નામની જાહેરાત કરી હતી.
આ પહેલા 2009 થી 2014 સુધી, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ નેતા સુષ્મા સ્વરાજ લોકસભામાં વિપક્ષના નેતા હતા. જ્યારે કોંગ્રેસના છેલ્લા વિપક્ષી નેતા સોનિયા ગાંધી હતા જેમણે 1999 થી 2004 સુધી આ પદ સંભાળ્યું હતું. આ સિવાય રાજીવ ગાંધી 18 ડિસેમ્બર 1989થી 24 ડિસેમ્બર 1990 સુધી વિપક્ષના નેતા પણ હતા.
આ પણ વાંચો: OM Birla ને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, રાહુલ ગાંધીએ બંધારણ યાદ અપાવી કહી આ વાત
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની પસંદગી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી ઇન્ડી અલાયન્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ લોકસભામાં રાયબરેલી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે મંગળવારે બંધારણની નકલ લઈને સાંસદ તરીકે શપથ લીધા હતા.
બુધવારે રાજસ્થાનના કોટાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ઓમ બિરલા બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેમને લોકસભાના સ્પીકરની ખુરશી સુધી લઆઇ ગયા હતા. બેઠક આ પછી, ઓમ બિરલાને અભિનંદન અને શુભકામનાઓ આપતા પીએમ મોદીએ કહ્યું, “તમે બીજી વખત આ બેઠક પર બેઠા છો, તે આ ગૃહનું સૌભાગ્ય છે.” 18મી લોકસભામાં બીજી વખત સ્પીકરનો કાર્યભાર સંભાળવો એ પોતાનામાં એક નવો રેકોર્ડ છે.
આ પણ વાંચો: Lok Sabha Speaker: ‘વડા પ્રધાનના ઈરાદા સાફ નથી’ રાહુલ ગાંધીએ આવુ કેમ કહ્યું?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહના નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે તેઓ વિપક્ષને બોલવાની તક આપીને બંધારણના રક્ષણની તેમની જવાબદારી નિભાવશે. વિપક્ષ પણ ગૃહને ચલાવવામાં સંપૂર્ણ રીતે સહકાર આપશે, પરંતુ એ પણ મહત્વનું છે કે વિપક્ષને ગૃહની અંદર લોકોનો અવાજ ઉઠાવવાની તક મળે.”