નેશનલ

Cabinet Minister Chirag Paswanએ કેમ કહ્યું એક આંગળી ઉઠાવો છો ત્યારે બાકીની…

નવી દિલ્હીઃ બુધવારે ઓમ બિરલાની બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Oppotion Leader Rahul Gandhi) તેમને તેમને ખુરશી સુધી લઈ હતા. જ્યારે તેમને શુભેચ્છા આપવાનો વારો આવ્યો તો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બંધારણની સુરક્ષાની આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમે વિપક્ષને તે કન્ટ્રોલમાં રાખો જ છો, પણ આશા રાખીએ કે તમે સત્તા પક્ષ પર પણ અંકુશ રાખશો. વિપક્ષ હવે પહેલાં કરતાં વધારે મજબૂત છે. જો સરકાર દેશની જનતાનો અવાજ છે તો વિપક્ષ પણ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમે બંધારણની રક્ષા કરશો અને વિપક્ષને પણ મોકો આપવામાં આવશે.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પોતાના આ ભાષણથી સરકાર અને સ્પીકર બંને પણ નિશાનો સાધ્યો હતો. પરંતુ હવે મોદીના હનુમાન તરીકે ઓળખાતા લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના ચિરાગ પાસવાન (Lok Janshakti Party- Ramvilas’s Chirag Paswan)એ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને કડકડતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો તમે કોઈ સામે એક આંગલી ચીંધો છો તો તમારી સામે પર ચાર આંગળીઓ ઉઠે છે.

https://twitter.com/MrSinha_/status/1805856241085747491


ચિરાગ પાસવાને આગળ જણાવ્યું હતું કે તમે જ્યારે સત્તા પક્ષ પાસેથી અપેક્ષા રાખો છો એ વાત પણ ધ્યાનમાં રાખો કે અનેક રાજ્યમાં જ્યાં તમારી સરકાર છે ત્યાં પણ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પણ તમારા છે. એટલે તમે જેવા આચરણની અપેક્ષા લોકો પાસેથી રાખો છો એવો જ વ્યવહાર તમારે પમ રાખવો જોઈએ.

ચિરાગ પાસવાને સ્પીકર ઓમ બિરલાના વખાણ કરતાં જણાવ્યું હતું કે 17મી લોકસભામાં યુવાનો અને મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને એ ખરેખર સરાહનીય પગલું હતું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button