આમચી મુંબઈ

મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગમાં રાખ થઇ, જુઓ વીડિયો

મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કાર સળગવા લાગી હતી. આગ બાદનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર સળગી રહી છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ‘આગ લાગવાથી વાહનોની અવરજવરને અસર થઈ છે. કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે ત્યાંથી આવતા-જતા વાહનોને રોકી દેવામાં આવ્યા છે, જેને કારણે ટ્રાફિક જામ થઇ ગયો છે. હાલ કારમાં સવાર લોકો વિશે કંઈ જાણવા મળ્યું નથી.

મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગે એક્સ પર પોસ્ટ કર્યું છે કે , “કારમાં આગને કારણે ગોખલે બ્રિજ અને સહાર પર ટ્રાફિકની ગતિ ધીમી છે.” આગ ઓલવવાના પ્રયાસો હજી ચાલુ છે. બ્રિજ પર ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વૈકલ્પિક માર્ગો જેવા કે અંધેરી સબવે અથવા ઇરલા ખાતે કેપ્ટન ગોર ફ્લાયઓવરનો વિચાર કરે. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિની માહિતી મળીનથી.
આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button