મનોરંજન

શાહરૂખ ખાને ‘Hey Ram’માં ફી લીધા વગર કર્યું હતું કામ, કમલ હાસને કહ્યું, ‘તે સુપરસ્ટાર નથી, કલાપ્રેમી છે’

દિગ્ગજ સુપરસ્ટાર કમલ હાસન આજકાલ દરેક જગ્યાએ ચર્ચામાં છે. પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં વિલન સુપ્રિમ યાસ્કીનનો રોલ કરી રહેલા કમલ હાસનનો લુક જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. તેનું પાત્ર ફિલ્મ માટે લોકોમાં ઉત્સાહ વધારી રહ્યું છે. બીજી તરફ, કમલ તેમની સુપરહિટ ફિલ્મ ‘ઇન્ડિયન’ ની સિક્વલ સાથે 28 વર્ષ પછી કમબેક કરી રહ્યા છે.

કમલની ફિલ્મ ‘ઇન્ડિયન 2’નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ઈવેન્ટમાં આવેલા કમલ હાસને તેમના ‘મિત્ર’ સુપરસ્ટાર શાહરૂખ ખાન વિશે પણ વાત કરી હતી, જેમણે તાજેતરમાં હિન્દી ફિલ્મોમાં 32 વર્ષ પૂરા કર્યા છે. કમલે શાહરૂખને પોતાની જ નિર્દેશિત ફિલ્મ ‘હે રામ’માં મહત્વની ભૂમિકા માટે કાસ્ટ કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, ‘ઈન્ડિયન 2’ના ટ્રેલર લૉન્ચ વખતે કમલને પૂછવામાં આવ્યું કે શું તેમણે પહેલાની સરખામણીમાં ‘જવાન’ સ્ટારમાં કોઈ ફેરફાર નોંધ્યો છે? તો કમલે જવાબ આપ્યો, ‘હું શાહરૂખ ખાન વતી આ કહેવા માંગુ છું, કારણ કે મને ખાતરી છે કે તે મને આમ કરવા દેશે. જ્યારે અમે સાથે કામ કર્યું ત્યારે અમે બધા સામાન્ય લોકોની જેમ જ એકબીજા સાથે વર્તતા હતા. અમે મિત્રો છીએ. અને હકીકત એ છે કે શાહરુખ સાહેબે તે ફિલ્મ ફ્રીમાં કરી હતી. તમારે બીજું શું જોઈએ?’ કમલ હાસને આ વાત કહેતાની સાથે જ ઈવેન્ટમાં હાજર તમામ લોકો તાળીઓ પાડવા લાગ્યા હતા. તેમણે આગળ કહ્યું હતું કે, ‘કોઈ સુપરસ્ટાર આવું ન કરી શકે. માત્ર એક ચાહક, કલાને સાચવનાર વ્યક્તિ અને સારો અભિનેતા જ આ કરી શકે છે. હું હંમેશા તેમનો ખૂબ આભારી રહીશ.

કમલ હાસને પોતાને અને શાહરૂખને આપવામાં આવેલા ‘સુપરસ્ટાર’ ટેગ વિશે બોલતા કહ્યું હતું કે, ‘અમે આવું બધું વિચારતા નથી. તમે લોકો અમને આ પદવી આપો છો અને અમે શરમાતા સ્વીકારીએ છીએ.

કમલ હાસનની આગામી રિલીઝ ‘કલ્કી 2898 એડી’ છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને શાશ્વત ચેટરજી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. માલની આગામી ફિલ્મ ‘ઈન્ડિયન 2’ 12 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

આ ફિલ્મમાં કમલ ફરીથી તેના આઇકોનિક પાત્ર સેનાપતિના ગેટઅપમાં જોવા મળશે. આ બે ફિલ્મો સિવાય કમાલ પાસે આવનારા સમયમાં ઘણા પ્રોજેક્ટ્સ પણ છે, જેમાં ‘વિક્રમ 2 ‘ પણ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button