Kashmir અંગે નિવેદન કરી ફસાયું પાકિસ્તાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
સંયુક્ત રાષ્ટ્રઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે અને લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. પાકિસ્તાનના સત્તાધીશો આર્થિક સહાય માટે અનેક દેશો પાસે જઇ રહ્યા છે. આમ છતાં પાકિસ્તાન કાશ્મીરને(Kashmir)લઈને દિવાસ્વપ્ન જોઈ રહ્યું છે. ત્યારે ભારતે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે ‘પાયા વિનાના અને ખોટા નિવેદનો માટે પાકિસ્તાનને આડે હાથે લીધું હતું.
ભારતે નિવેદનને પ્રોત્સાહન ના આપ્યું
યુએનમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રધાન પ્રતીક માથુરે કહ્યું, “આજે, એક પ્રતિનિધિ મંડળે પાયાવિહોણા અને ખોટા નિવેદનો ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે, જે આશ્ચર્યજનક નથી, હું આ પ્રતિષ્ઠિત સંસ્થાનો કિંમતી સમય બચાવવા માટે હું કોઇ પ્રકારની પ્રતિક્રિયા આપીને તેમની ટિપ્પણીઓને પ્રોત્સાહિત નહીં કરું. માથુર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર યુએન જનરલ એસેમ્બલીની ચર્ચામાં ભારત વતી નિવેદન આપી રહ્યા હતા.
| Also Read: OM Birla લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા, કે. સુરેશને હરાવ્યા
કાશ્મીરનો ઉલ્લેખ કોણે કર્યો?
આ અગાઉ, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ચર્ચા દરમિયાન જનરલ એસેમ્બલીના મંચ પરથી તેમના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાન નિયમિતપણે યુએનના વિવિધ મંચો પર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે. ભારતે અગાઉ પણ કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની આકરી ટીકા કરી છે. ભારતે કહ્યું “જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.”