ટોપ ન્યૂઝનેશનલ

Gujarat માં આગામી બે દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેધમહેર(Monsoon 2024)થઈ રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  જેમાં  8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ  ખબક્યો હતો.

આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી અઠવાડિયા દરમ્યાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે. જેમાં આજે  26 જૂનના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે  સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે.

 27 જૂનના રોજ આ જિલ્લાઓ પડશે વરસાદ

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર 27 જૂનના રોજ વલસાડ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત તાપી, નવસારી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ