વેપાર

વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી નરમાઈ, સિંગતેલમાં ₹ ૨૦ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૪૫ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ૪૨ રિંગિટ ઘટી આવ્યાના નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં માત્ર સેલરિસેલ ધોરણે થયેલા છૂટાછવાયા વેપારને બાદ કરતાં એકંદરે વેપાર નિરસ રહેતાં હાજરમાં ૧૦ કિલોદીઠ આયાતી ક્રૂડ પામતેલ અને સોયા રિફાઈન્ડમાં રૂ. ૧૦નો, આરબીડી પામોલિનમાં રૂ. સાતનો અને સોયા ડિગમમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.

જોકે, આજે ગુજરાતનાં મથકો પર સતત બીજા સત્રમાં સ્થાનિક તેમ જ દેશાવરોના બ્રાન્ડવાળાઓની અને સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૩૫થી ૪૫નો અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫ની તેજી આગળ ધપતાં સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦નો સુધારો આગળ ધપ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં રેડી ડિલિવરી ધોરણે પાંચથી સાત ટ્રક આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૮થી ૯૧૦ આસપાસના મથાળે થયા હતા. આ સિવાય ડાયરેક્ટ ડિલિવરી શરતે એકમાત્ર ગોલ્ડન એગ્રીના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫ ક્વૉટ કર્યા હતા, જ્યારે અન્ય કોઈ રિફાઈનરોએ આરબીડી પામોલિનના ભાવ નહોતા ક્વૉટ કર્યા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૦૫, ક્રૂડ પામતેલના રૂ. ૮૫૨, સોયા રિફાઈન્ડના રૂ. ૯૬૫, સોયા ડિગમના રૂ. ૯૧૫, સન રિફાઈન્ડના રૂ. ૯૭૦, સન ક્રૂડના રૂ. ૯૨૦, સિંગતેલના રૂ. ૧૫૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડના અનુક્રમે ૧૦ કિલોદીઠ ભાવ રૂ. ૧૫૦૦ અને રૂ. ૯૧૦થી ૯૧૫ તથા તેલિયા ટીનના ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦થી ૨૪૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા.

વધુમાં આજે મધ્યપ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૧૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૪૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૬૮૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૪૫થી ૯૫૦માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે રાજસ્થાનના મથકો પર અંદાજે ૨.૬ લાખ ગૂણી રાયડાની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૦૫૦થી ૬૦૭૫માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button