નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

NDA VS I.N.D.I. Alliance: આવતીકાલની સ્પીકરની ચૂંટણી તોફાની બનશે

પણ આ સાત નેતાએ સાંસદ તરીકેના શપથ નહીં લીધા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર મુદ્દે આવતીકાલે ધમાલ થવાના સંકેતો મળી રહ્યા છે. આજે ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A.) વચ્ચે નવા સ્પીકરની પસંદગી કરવા મુદ્દે સહમતિ સાધી શકાઈ નથી. એનડીએ વતીથી ઓમ બિરલા અને વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલે લોકસભાના સ્પીકર માટે ચૂંટણી યોજવામાં આવશે. એના માટે બંને ગઠબંધન વતીથી વ્હિપ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના વિવાદમાં હવે શરદ પવારે ઝુકાવ્યું

આજે સંસદીય સત્રના બીજા દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના સાસંદ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સહિત અનેક નવનિયુક્ત સાંસદોએ શપથ લીધા હતા. બંને ગઠબંધન વતીથી પોતાના સાસંદોને સ્પીકરની ચૂંટણીમાં હાજરમાં રહેવાની અપીલ કરી છે. ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના સાંસદોને અલગથી મીટિંગ બોલાવી હતી. આજે સાત સાંસદે શપથ લઈ શક્યા નહોતા, તેથી આવતીકાલની ચૂંટણી સાથે સંસદીય સત્ર તોફાની બની શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને વિપક્ષ ઘેરવાના મૂડમાં છે, જેમાં ખાસ કરીને મોંઘવારી, બેકારી સાથે પેપર લીકના પ્રશ્નો મુદ્દે સરકારને ભીંસમાં લાવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: 18 મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરિ મહતાબની નિમણૂક

TMCએ કોંગ્રેસની કાઢી ઝાટકણી
લોકસભાના સ્પીકરપદે રાજસ્થાનની કોટા બેઠક પરથી જીતનારા ભાજપના ઓમ બિરલા એનડીએના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેરળની સીટ પરથી જીતીને આઠ વખત સાંસદ બનનારા કે. સુરેશને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારી પત્ર ભર્યા પછી તૃણમુલ કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી હતી અને આ બાબતને એકતરફી ગણાવી હતી.

Congress અને ભાજપે વ્હિપ જારી કર્યું
કોંગ્રેસે આજે પોતાના સાંસદોને ત્રણ લાઈનનું વ્હિપ જારી કરીને કહ્યું હતું કે ચૂંટણીને કારણે આવતીકાલે અગિયાર વાગ્યે હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે 26મી જૂને સવારે સદનમાં અગિયાર વાગ્યે ઉપસ્થિત રહે અને પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના સાસંદોને વ્હિપ જારી કરીને સ્પીકરની ચૂંટણીમાં હાજર રહેવાનો નિર્દેશ કર્યો છે. સ્પીકરની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ પોતાના સાંસદોની સાથે અલગથી મીટિંગ કરી શકે છે.

Speakerની નિમણૂક મુદ્દે સહમતિ નહીં સધાઈ
અહીં એ જણાવવાનું કે સંસદીય પરંપરા અનુસાર લોકસભાના સ્પીકરની નિમણૂક સર્વસમંતિથી કરવામાં આવતી હોય છે. આ પદ સત્તાધારી પાર્ટી પાસે રહે છે, જ્યારે નાયબ અધ્યક્ષનું પદ વિપક્ષની પાસે રહે છે. અઢારમી લોકસભાના સ્પીકર પદને લઈ સત્તાધારી પાર્ટીવતીથી વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષ સાથે વાતચીત કરી હતી, પરંતુ વિપક્ષ તરફથી એના બદલે ડેપ્યૂટી સ્પીકર પદ માગ્યું હતું.

સાત સાંસદે શપથ નહીં લીધા
ગઈકાલથી શરુ થયેલા સંસદીય સત્રમાં આજે મોટા ભાગના સાંસદોએ સાંસદ તરીકે શપથ લીધા હતા, જ્યારે સાત સાંસદ રહી ગયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરુર, તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના નેતા શત્રુઘ્ન સિંહા, દીપક અધિકારી, નુરુલ ઈસ્લામ અને સમાજવાદી પાર્ટીના સાસંદ અફઝલ અંસારીનો સમાવેશ થાય છે. એના સિવાય બે અપક્ષના સાંસદ ઈન્જિનિયર રસીદ અને અમૃતપાલ સિંહે શપથ નહોતા લીધા. શપથ નહીં લીધા હોવાને કારણે આવતીકાલના મતદાનમાં ભાગ નહીં લઈ શકે છે. અમૃતપાલ સિંહ અને રાશિદ જેલમાં છે.

રાહુલ ગાંધી વિપક્ષના નેતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે. લાંબા સમયથી ચાલતી ચર્ચા વિચારણાનો આખરે અંત આવ્યો છે. રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનતાની સાથે જ લોકસભામાં શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ વચ્ચે જુબાની જંગ જામશે. આ સાથે જ અનેક નીતિવિષયક નિર્ણયમાં વડાપ્રધાન સાથે બેઠકમાં રાહુલ ગાંધી હાજરી આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ