થાણેમાં શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની પાણીપુરવઠા યોજના હેઠળની પાણીની પાઈપલાઈનમાં સમારકામ કરવામાં આવવાનું છે. તેથી થાણે મહાનગપાલિકાના અમુક વિસ્તારમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ પાઈપલાઈનના સમારકામને પગલે કલવા, મુંબ્રા, દિવા અને થાણ શહેરના અમુક વિસ્તારમાં શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. બંધને કારણે આગામી એકથી બે દિવસ સુધી પાણીપુરવઠો ઓછા દબાણ સાથે થશે.
આ પણ વાંચો : થાણેમાં ઈમારતોના પતરા, સૌર ઉર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તપાસ થશે
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી મળનારા ૧૩૫ મિ.લિ પાણીપુરવઠાનું નિયોજન કલવા, મુંબ્રા, દિવા અને થાણેના અમુક વિસ્તારમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પાણીપુરવઠા યોજના અંતર્ગત બારવી ગુરુત્વ પાઈપલાઈનના કટાઈ નાકાથી શીળ ટાકી ખાતે તાત્કાલિક સમારકામ કરવામાં આવવાનું છે. તેથી આ વિસ્તારમાં ગુરુવાર, ૨૭ જૂનના રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર, ૨૮ જૂનના રાતના ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે.