આ કારણે પાકિસ્તાની યુવકો ખચકાટ વિના કરે છે પોતાની ઉંમર કરતાં મોટી કે બમણી ઉંમરની મહિલાઓ સાથે લગ્ન…
પહેલા સોશિયલ મીડિયા પર દોસ્તી, ત્યાર બાદ પ્રેમ અને આખરે લગ્ન… સાંભળવામાં વિચિત્ર લાગતી આવી અનેક લવ સ્ટોરીથી સોશિયલ મીડિયા ભર્યું પડ્યું છે. આજે અમે અહીં તમારા માટે આવી જ એક લવ સ્ટોરીની વાત લાવ્યા છીએ. આ લવ સ્ટોરીમાં એક 35 વર્ષનો પાકિસ્તાની પુરુષ 70 વર્ષની કેનેડિયન મહિલાના પ્રેમમાં પડ્યો અને બંને જણે લગ્ન પણ કરી લીધા હવે બંનેને લોકો મહેણા ટોણા સાંભળવા મળી રહ્યા છે.
વાત જાણે એમ છે કે 35 વર્ષીય પાકિસ્તાની નઈમની ફેસબુક પર 70 વર્ષની કેનેડિયન મહિલા સાથે મિત્રતા થઈ હતી. બંને જણે લાંબા સમય સુધી વાતો કરી અને ક્યારે તેમની આ મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ એની ખબર પણ ન પડી. બંને જણ લગભગ દસ વર્ષ પહેલા મિત્ર બન્યા હતા અને આખરે તેમણે 2017માં લગ્ન કરી લીધા હતા. જોકે, લોકોને આ કપલની કેમેસ્ટ્રી ખાસ કંઈ પસંદ આવી હોય એવું લાગતું નથી કારણ કે લોકો નઈમ અને તેની પત્નીની મજાક ઉડાવી રહ્યા છે.
લોકો નઈમ અને તેની પત્ની વચ્ચેના ઉંમરના તફાવતને કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.
નઈમનું કહેવું છે કે લોકો તેને ગોલ્ડ ડીગર કહીને રહ્યા છે. નઈમના જણાવ્યા મુજબ લોકોને એવું લાગે છે કે તેણે પ્રેમ માટે નહીં પણ પૈસા અને સંપત્તિ કે પછી બીજા કોઈ 70 વર્ષીય કેનેડિયન વૃદ્ધા સાથે લગ્ન કર્યા છે, પરંતુ હકીકતમાં એવું કંઈ જ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે નઈમની પત્ની તેના પેન્શન પર જ જીવી રહી છે અને કોઈ તે સમૃદ્ધ પરિવારમાંથી નથી આવતી.
વધુમાં નઈમે એવું પણ જણાવ્યું હતું કે હાલમાં તેની પત્ની બીમાર છે અને તે નથી ઈચ્છતી કે તે કામ કરે. આવી પરીસ્થિતિમાં, અમે બંનેએ અમારી પોતાની YouTube ચેનલ શરૂ કરવાનું વિચાર્યું છે. એટલું જ નહીં પણ તે હવે તેની પત્ની સાથે કેનેડા શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે અને ટૂંક સમયમાં તે તેની પત્ની સાથે કેનેડા જતો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો પાડોશી દેશ પાકિસ્તાનના યુવકોમાં તેમની ઉંમર કરતા મોટી હોય એવી મહિલાઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. આની પાછળનું એક કારણ એવું પણ આપવામાં આવે છે કે આ પાકિસ્તાની યુવકો વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરીને જે તે દેશની નાગરિકતા મેળવવા માંગે છે અને આ જ કારણ છે કે તેઓ પોતાની ઉંમર કરતાં બમણી ઉંમરની કે પછી દાદી નાનીની વયની મહિલાઓ સાથે લગ્ન કરવામાં પણ બિલકુલ ખચકાટ નથી અનુભવતા.