મનોરંજન

Stree 2 teaser: આવી ગયું સ્ત્રી-2નું ટિઝર, તમે જોયું કે…

2018ની સરપ્રાઈઝ હિટ ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલની જનતા છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહી છે. જ્યારે નિર્માતાઓએ કહ્યું કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે દર્શકોની ખુશીનો પાર નહોતો રહ્યો. નિર્માતાઓએ હોરર યુનિવર્સની નવીનતમ ફિલ્મ ‘મુંજ્યા’ સાથે થિયેટરોમાં ‘સ્ત્રી 2’ નું ટીઝર બતાવ્યું હતું, પરંતુ તે અત્યાર સુધી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યું નહોતું.

હવે આખરે ‘સ્ત્રી 2’નું ટીઝર આવી ગયું છે અને તેને જોયા પછી લોકોને ફરીથી ચંદેરીની કહાની યાદ આવશે, જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનરજી અને પંકજ ત્રિપાઠીએ અભિનય કર્યો હતો.

સ્ત્રી ફિલ્મના અંતમાં દર્શાવવામાં આવ્યું હતું કે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ સાથે ચંદેરીની ભૂતને ભગાવી દે છે અને પછી શ્રદ્ધા જતી રહે છે, પણ ભૂતની ચોટલી જેમાં બધી શક્તિ છે, એ તો શ્રદ્ધાના હાથમાં જ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતી વખતે મેકર્સે લખ્યું, ‘આ વખતે સ્વતંત્રતા દિવસ પર ચંદેરીમાં આતંક હશે.

આ પણ વાંચો : Kangana Ranaut એ આગામી ફિલ્મ Emergencyની રિલીઝ ડેટ જાહેર કરી

સ્ત્રી 2’નું ટીઝર શ્રદ્ધાના આગમન સાથે શરૂ થાય છે. એક અજાણ્યો હાથ કાળા રંગથી ઘરોની બહારની દીવાલો પર રક્ષણ માટે લખેલા ‘ઓ સ્ત્રી કલ આના’ પર પેઇન્ટથી પીંછોડો ફેરવી રહ્યો છે અને ભૂતિયા આતંક ચંદેરીમાં પાછો ફરેલો જોવા મળે છે.

‘સ્ત્રી 2’ના ટીઝરમાં તમન્ના ભાટિયા પણ એક ગીતમાં જોવા મળી રહી છે અને તે પણ સ્ત્રીના આતંકથી ડરેલી જોવા મળી રહી છે. ટીઝરને જોઈને લાગે છે કે આ વખતે વાર્તામાં કોમેડી કરતાં વધુ હોરર જોવા મળશે. જો કે, પહેલી ફિલ્મના કલાકારોના લગભગ તમામ મુખ્ય પાત્રો પણ ‘સ્ત્રી 2’ના ટીઝરમાં જોવા મળે છે.

ટીઝરમાં અભિષેક બેનરજીનું પાત્ર-જના ફરીથી જોવા મળશે. આ પાત્ર હોરર યુનિવર્સ ફિલ્મ ‘ભેડિયા’માં પણ જોવા મળ્યું છે. તે વરુમાં બદલાઇ જતા ભાસ્કરનો મિત્ર પણ છે. હોરર ફિલ્મની લેટેસ્ટ ઓફર ‘મુંજ્યા’માં જોવા મળેલા ભૂતનું પણ સ્ત્રી સાથે કનેક્શન હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મના અંતમાં એક નાનકડું દ્રશ્ય હતું જે સૂચવે છે કે મુંજ્યા અને સ્ત્રીનું કનેક્શન હોઈ શકે છે.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જ્યારે ભયાનક બ્રહ્માંડની આ બધી ભયાનક શક્તિઓ એક સાથે આવશે ત્યારે કેવું વાતાવરણ સર્જાશે. ‘સ્ત્રી 2’ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button