આમચી મુંબઈ

… વિધાનસભ્યોની અપાત્રતા બાબતે સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી મુલાકાતે ગયેલ રાહુલ નાર્વેકરે મૌન તોડ્યું



મુંબઇ: સુપ્રિમ કોર્ટે ફટકાર્યા બાદ વિધાનસભ્યોની અપાત્રતા બાબતની હિલચાલે વેગ પકડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર 21મી સપ્ટેમ્બર ગુરુવારના રોજ દિલ્હી ગયા હતાં. ત્યારે રાહુલ નાર્વેકરની આ દિલ્હી મુલાકાત અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. ત્યારે આખરે રાહુલ નાર્વેકરે પોતે દિલ્હીમાં કોને મળ્યા અને શું ચર્ચા થઇ એ અંગે મૌન તોડ્યું છે.


દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં રાહુલ નાર્વેકરે કહ્યું કે, કેટલીક મુલાકાત કાયદાના નિષ્ણાંતો સાથે હતી. અપાત્રતા અંગેનો આ કાયદો બદલાતો જશે. અને બદલાતો જ રહેશે. પરિસ્થિતિ મુજબ આ કાયદામાં ફેરબદલ થતાં હોય છે. તેથી સુપ્રિમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તે બાબતે આવેલ આદેશ અથવા તો આ કાયદામાં કયા સુધારા-વધારા કરવાની જરુર છે તથા આ કાયદાનો અમલ કેવી રીતે કરવો આવશ્યક છે જેવા અનેક વિષયો અંગે મારી એક્સપર્ટ્સ સાથે વાતચીત થઇ છે.

નાર્વેકરે વધુમાં જણાવ્યું કે, આપડે બધા જ જાણીએ છીએ કે સુપ્રિમ કોર્ટે એક અઠવાડિયામાં આગળની સુનવણી કરવાનો આદેશ આપ્યો હતો. અમારી સુનવણી 14મી સપ્ટેમ્બરે થઇ ગઇ છે. અમારી પૂર્વઆયોજીત સુનવણી હતી જ. તેથી આવતાં અઠવાડિયામાં અમે ચોક્કસ સુનવણી યોજીને નિર્ણય લઇશું. એવી જાણકારી રાહુલ નાર્વેકરે આપી હતી.

જરુર પડશે તો પક્ષ પ્રમુખને પણ બોલાવવામાં આવશે. એમ કહી રાહુલ નાર્વેકરે ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ સુનવણીમાં બોલાવવામાં આવશે તેવા સંકેત આપ્યા હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button