મનોરંજન

હેં, આ એક્ટ્રેસનો Reception Look Copy કર્યો Sonakshi Sinhaએ? પૈસા ગયા પાણીમાં…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)એ 23મી જૂનના પોતાના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરી લીધા હતા. સોનાક્ષી-ઝહિરે જ્યારથી પોતાની સાત વર્ષ લાંબી રિલેશનશિપને કન્ફર્મ કરીને લગ્ન કરવાની જાહેરાત કરી ત્યારથી જ આ કપલ લાઈમલાઈટમાં આવી ગયું હતું. સોનાક્ષીનો વેડિંગ લૂક ફેન્સને પસંદ તો આવી રહ્યો છે પણ તેણે રિસેપ્શન લૂક પર ખર્ચેયા પૈસા પાણીમાં ગયા હોવાનું અને બોલીવૂડ એક્ટ્રેસના લૂકને કોપી કરવા માટે સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હેં…શત્રુધ્ન સિન્હાએ દીકરીને સંપત્તિમાં કોઈ હક નથી આપ્યો?

આવો જોઈએ આખરે સોનાક્ષીએ કઈ એક્ટ્રેસનો રિસેપ્શન લૂક કોપી કર્યો છે એ-

વાત જાણે એમ છે કે સોનાક્ષી સિન્હાએ ઝહિર ઈકબાલ સાથે સવારે રજિસ્ટર મેરેજ કર્યા ત્યારે તેણે તેની માતા પુનમ સિન્હાની 44 વર્ષ જૂની સાડી પહેરી હતી. સોશિયલ મીડિયા પર પુનમ સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના લગ્નનો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. સોનાક્ષીનો આ સિમ્પલ પણ ગ્રેસફૂલ વેડિંગ લૂક તો ફેન્સને પસંદ આવ્યો છે. પણ સોનાક્ષીના રિસેપ્શન લૂકની વાત કરીએ તો આ લૂક પણ ફેન્સને પસંદ તો આવી રહ્યો છે, પણ ફેન્સને એવું લાગે છે કે તેણે અનુષ્કા શર્મા (Bollywood Actress Anushka Sharma)નો રિસેપ્શન લૂક કોપી કર્યો છે.



આ પણ વાંચો: ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….

સોનાક્ષીએ તેના રિસેપ્શનમાં મેંગો બ્રાન્ડની લાલ કલરની સાડી પહેરી છે અને આ સાડીની કિંમત 77,000 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સાડી સાથે તેણે માંગમાં સિંદુર, કપાળ પર ચાંદલો, વાળમાં ફૂલ સજાવીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. જ્યારે અનુષ્કા શર્માએ પણ રિસેપ્શનમાં લાલ કલરની સાડી જ પહેરી હતી અને સિંદૂર, ચાંદલો અને અંબોડામાં ગજરો લગાવીને તેણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.

સોનાક્ષીએ પણ અનુષ્કાનો લૂક કોપી કર્યો હોવાની વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. એટલું જ નહીં પણ યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે સોનાક્ષીએ પોતાના રિસેપ્શન લૂક પર કરેલો ખર્ચો પાણીમાં ગયો છે.

રિસેપ્શનમાં જ સોનાક્ષી સિન્હાના જોવા મળેલાં બીજા લૂક વિશે વાત કરીએ તો આ લૂકમાં તેણે લાલ કલરનો કો-ઓર્ડ સૂટ પહેર્યો હતો, જેના પર જરદોસીનું કામ કરવામાં આવ્યું હતું. આ આઉટફિટની કિંમત આશરે 2,55,000 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button