અકસ્માત બાદ રેલવે પ્રધાનની આંખ ખુલી, કવચનું એડવાન્સ વર્ઝન મિશન મોડમાં ઇન્સ્ટોલ કરવા સૂચના

નવી દિલ્હી: બે ટ્રેનોની ટક્કર અટકાવવા માટે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી કવચ સિસ્ટમ(Kavach system)ને વ્યાપક રીતે ઇન્સ્ટોલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે, જેને કારણે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં વધુ એક ટ્રેન અકસ્માત (West Bengal train accident) થયો હતો. લોકોના રોષ બાદ સરકાર હવે સફાળી જાગી છે, રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Ashvini Vaishnav)એ રેલ્વે અધિકારીઓને કવચના એડવાન્સ વર્ઝનને મિશન મોડમાં ઇન્સ્ટોલ કરવા સૂચનાઓ આપી છે.
અશ્વિની વૈષ્ણવે ગયા સોમવારે રેલ ભવનમાં વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે, અદ્યતન કવચ 4.0 ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP) ના વિકાસનું મૂલ્યાંકન કર્યું. એક અખબારી અહેવાલ મુજબ, કવચ 3.2 હાલમાં વધુ ટ્રાફિક વાળા રૂટ પર તૈનાત કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ રેલ્વે મંત્રાલય હવે ટ્રેન અકસ્માતોને રોકવા વધુ સક્રિય થઈ ગયું છે. આગામી દિવસોમાં આ દિશામાં વધુ નિર્ણયો લેવામાં આવી શકે છે.
સમાચાર અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું કે અશ્વિની વૈષ્ણવે 22 જૂને કવચ 4.0ની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.અદ્યતન કવચ 4.0 ના પરીક્ષણના તબક્કામાં છે, ઉત્પાદકોએ પરીક્ષણની પ્રગતિ અહેવાલ રેલવે પ્રધાન સમક્ષ રજૂ કર્યો હતો.
અશ્વિની વૈષ્ણવે નિર્દેશ આપ્યો કે કવચ ઇન્સ્ટોલેશન એકવાર કાર્યરત થઈ જાય, ત્યાર બાદ તેને વ્યવસ્થિત અને ઝડપથી અમલમાં મૂકવું જોઈએ.
અશ્વિની વૈષ્ણવે અગાઉ અનેક વાર જણાવ્યું છે કે જ્યારે મોટાભાગની મોટી વૈશ્વિક રેલ્વે પ્રણાલીઓએ 1980ના દાયકામાં એટીપી ટેક્નોલોજી અપનાવી હતી, ત્યારે ભારતીય રેલવેએ 2016માં ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમના પ્રથમ સંસ્કરણની મંજૂરી માટે કામ શરૂ કર્યું હતું. આ પ્રણાલીએ 2019 માં SIL4 પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું, જે વૈશ્વિક સ્તરે સલામતી પ્રમાણપત્રનું ઉચ્ચતમ સ્તર છે.
Also Read –