આપણું ગુજરાત

થઈ ગયું નક્કી: સૌરાષ્ટ્રને આ દિવસે મળશે પહેલી વંદે ભારત, પીએમ મોદી આપશે વર્ચ્યુઅલી આપશે લીલી ઝંડી…


ગાંધીનગર: દેશના વિવિધ રાજ્યમાં વંદે ભારત એકસપ્રેસ ટ્રેન દોડાવવામાંઆવી રહી છે અને એ જ સિલસિલામાં હવે ગુજરાતના સૌરાષ્ટ્રને તેની પહેલી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી આપવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનની અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પાછું સાબરમતી સુધી ટ્રાયલ રન લેવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવવામાં આવી હતી. આ વંદે ભારત ટ્રેન જામનગરથી ઉપડીને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ પહોંચશે અને મહત્વની વાત તો એ છે કે હવે સૌરાષ્ટ્રવાસીઓ જામનગરથી અમદાવાદ માત્ર 5 કલાકમાં જ પહોંચી શકશે.


હાલમાં રેલવે દ્વારા ગુજરાતમાં ગાંધીનગરથી મુંબઇ અને અમદાવાદથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવે છે અને એને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


અહીંયા તમારી જાણ માટે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30મી સપ્ટેમ્બરે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને હાલમાં આ ટ્રેન ગાંધીનગરથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડાવવામાં આવી રહી છે. નવી શરૂ થનારી વંદે ભારત ટ્રેનના હોલ્ટ વિશે વાત કરીએ તો તે અમદાવાદથી ઉપડીને રાજકોટમાં રોકાશે અને ત્યાર બાદ તે જામનગર પહોંચશે.


રેલવેના અધિકારીએ આપેલી માહિતી અનુસાર જો આ રૂટ પર ટ્રાફિક મળશે તો વંદે ભારત ટ્રેનની ફ્રિકવન્સી વડોદરા સુધી પણ લંબાવવાની રેલવે યોજના છે.


વાત કરીએ વંદે ભારતની ટ્રેનની ખાસીયતોની તો સામાન્ય એકસપ્રેસ ટ્રેનોમાં એન્જિનનો એક અલગ કોચ હોય છે, પરંતુ વંદે ભારત ટ્રેનમાં મેટ્રો ટ્રેન જેવું એક જ એન્જિન લગાવવામાં આવ્યું છે ને આ ટ્રેન એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં એટલે કે માત્ર 52 સેકન્ડમાં જ 100 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. આ ઉપરાંત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બેસાડવામાં આવ્યા છે. પ્રવાસીઓને આ ટ્રેનમાં ભોજન અને નાસ્તો પણ પીરસવામાં આવે છે, જેના પૈસા ટિકિટભાડામાં જ સમાવિષ્ટ છે.


મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેનને ઓનબોર્ડ વાઇફાઇની સુવિધાથી લેસ બનાવવામાં આવી છે અને એની સાથે સાથે જ દરેક સીટ નીચે મોબાઇલ અને લેપટોપ ચાર્જ કરવા માટે એક એક ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનમાં GPS પ્રણાલી લાગેલી છે, જેના માધ્યમથી આવનારા સ્ટેશન અને અન્ય સૂચનાઓની જાણકારી ટ્રેનમાં બેસેલા પ્રવાસીઓને સ્ક્રીન પર જોવા મળે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત