Lok Sabha Speaker: ‘વડા પ્રધાનના ઈરાદા સાફ નથી’ રાહુલ ગાંધીએ આવુ કેમ કહ્યું?
rajnath-singh-called-mallikarjun-kharge-and-he-asked-him-to-extend-support-to-the-speaker-says-rahul-gandhi
નવી દિલ્હી: લોકસભાના સ્પીકર પદ માટે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતી ન સંધાતા ઐતિહાસિક ચૂંટણી(Lok Sabha Speaker election) થવા જઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મંગળવારે સવારે કહ્યું કે લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરા રહી છે અને જો નરેન્દ્ર મોદી સરકાર આ પરંપરાનું પાલન કરશે તો સ્પીકરની ચૂંટણીમાં સમગ્ર વિપક્ષ સરકારનું સમર્થન કરશે.
સંસદ ભવન પરિસરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમર્થન માટે ફોન કર્યો હતો અને તેમને ફરીથી ફોન કરવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી તેમનો ફોન આવ્યો નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન વિપક્ષ પાસેથી રચનાત્મક સહયોગની અપેક્ષા રાખે છે, પરંતુ કોંગ્રેસના નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
| Also Read: દોસ્ત દોસ્ત ના રહા, આ પાર્ટી રાજ્યસભામાં ભાજપને સમર્થન નહીં આપે
તેમણે કહ્યું, ‘રાજનાથ સિંહ જીએ ખડગે જીને ફોન કર્યો અને તેમને અધ્યક્ષ (પદના ઉમેદવાર)ને સમર્થન આપવા કહ્યું. સમગ્ર વિપક્ષે કહ્યું છે કે અમે લોકસભાના અધ્યક્ષ પદ માટે સરકાર દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ પરંપરા એવી છે કે ગૃહના ઉપાધ્યક્ષનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. રાજનાથજીએ ગઈકાલે સાંજે કહ્યું હતું કે તેઓ ખડગે જીને ફરી ફોન કરશે. ખડગે જીને હજુ સુધી તેમનો કોલ બેક મળ્યો નથી.’
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ‘મોદીજી કહી રહ્યા છે કે વિપક્ષને રચનાત્મક સહયોગ આપવો જોઈએ, પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમના ઈરાદા સાફ નથી.’
| Also Read: Loksabha Speaker ની ચૂંટણી યોજાશે, NDAના ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધનના કે. સુરેશ ઉમેદવાર
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, ‘નરેન્દ્ર મોદીજી કોઈ રચનાત્મક સહયોગ ઈચ્છતા નથી, પરંપરા એવી છે કે લોકસભાના ડેપ્યુટી સ્પીકર વિપક્ષમાંથી હોવા જોઈએ. જો પરંપરાનું પાલન કરવામાં આવશે તો અમે સ્પીકરની ચૂંટણીમાં સરકારને સમર્થન આપીશું.