નેશનલ

Loksabha Speaker ની ચૂંટણી યોજાશે, NDAના ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધનના કે. સુરેશ ઉમેદવાર

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન લોકસભાના સ્પીકર(Loksabha Speaker)રહેલા ઓમ બિરલાએ(OM Birla)એનડીએ(NDA)ના સ્પીકર પદના ઉમેદવાર તરીકે આજે ફરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પૂર્વે વિપક્ષે કહ્યું હતું કે જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો સ્પીકર માટે ઉમેદવાર ઉભા રાખીશું. NDA ના ઉમેદવાર ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધને કે. સુરેશને ઉમેદવાર બનાવ્યા છે. લોકસભા સ્પીકરની ચૂંટણીની તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે.

રાજનાથ સિંહને ગઈકાલે સાંજે મલ્લિકાર્જુન ખડગેનો ફોન આવ્યો

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમ બિરલાએ NDA ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઇલ કર્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ એવી માંગ ઉઠાવી હતી કે જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો અમે સંપૂર્ણ સમર્થન આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજનાથ સિંહને ગઈકાલે સાંજે મલ્લિકાર્જુન ખડગેનો ફોન આવ્યો હતો. અમારી તરફથી આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આના પર રાજનાથ સિંહે કહ્યું કે અમે તમને રિટર્ન કોલ કરીશું. પરંતુ હજુ સુધી તેમના તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

ઓમ બિરલાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button