T20 World Cup 2024સ્પોર્ટસ

વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું

કિંગ્સટાઉન: ઓસ્ટ્રેલિયાના અહંકારી કેપ્ટન મિચલ માર્શને આઈસીસીની પ્રતિષ્ઠિત ટ્રોફીનું, ક્રિકેટની મહાન રમતનું અને ભારતના યાદગાર યજમાનપદનું અમદાવાદમાં ઘોર અપમાન કરવા બદલ સાત જ મહિનામાં પરાજયની જોરદાર લાત સાથે બદલો મળી ગયો છે.
ચેમ્પિયન બનવાને લાયક અફઘાનિસ્તાનની ટીમે પહેલા તો સુપર-એઇટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને એનું નાક કાપી નાખ્યું અને હવે એને સેમિ ફાઇનલની રેસની પણ બહાર ફેંકી દીધું છે.

નવેમ્બર 2023માં અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવ્યું ત્યાર બાદ મિચલ માર્શે વિજેતાપદ બદલ મળેલી પ્રતિષ્ઠિત ટ્રોફી પર પગ રાખીને સમગ્ર ક્રિકેટની રમતનું અપમાન કર્યું હતું. નવેમ્બરમાં વન-ડે વિશ્વ કપમાં તે ઓસ્ટ્રેલિયાનો માત્ર એક પ્લેયર હતો, પણ આ વખતે કેપ્ટન બનીને ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવ્યો હતો. અફઘાનિસ્તાને વિશ્વ કપની બહાર ધકેલીને માર્શના નેતૃત્વની જોરદાર નાલેશી કરી છે. માર્શને આ ભૂતપૂર્વ અપમાનનો સાત જ મહિનામાં બદલો મળી ગયો છે.

નવેમ્બરમાં મિચલ માર્શે આઈસીસી ટ્રોફીને અવમાનિત કરીને ત્યારે તેના જ ટેસ્ટ તથા વન-ડે કેપ્ટન અને ટોચના ફાસ્ટ બોલર પૅટ કમિન્સની કેપ્ટન્સીને પણ લાંછન લગાડ્યું હતું.

આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં કમિન્સે ઉપરાઉપરી બે મેચમાં હૅટ-ટ્રિક લઈને નવો ઇતિહાસ રચ્યો હતો, પરંતુ માર્શની નિષ્ફળ કેપ્ટન્સીને કારણે કમિન્સ, ડેવિડ વૉર્નર, ટ્રેવિસ હેડ વગેરે ખ્યાતનામ ક્રિકેટરોવાળી ઓસ્ટ્રેલિયન ટીમે ક્રિકેટ જગતમાં બદનામ કેપ્ટન મિચલ માર્શની સાથે હવે ઓસ્ટ્રેલિયા ભેગું થઈ જવું પડશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button