નેશનલ

8 જુલાઈએ રશિયાની મુલાકાતે જશે PM Modi

ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8 જુલાઈના રોજ મોસ્કોની એક દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત ભારત-રશિયાના સંબંધોને એક નવી ઐતિહાસિક ઉંચાઇપર લઇ જશે એમ માનવામાં આવે છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે.
પીએમ મોદી અને રશિયન પ્રમુખ પુતિનની મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે અમેરિકા સાથે ખાલિસ્તાન વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો ખટાશ આવ્યો છે. ભારત અને રશિયા ઐતિહાસિક ભાગીદારો છે, પણ ઝડપથી બદલાઇ રહેવી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નવી ભાગીદારીની પણ જરૂર છે.
પીએમ મોદીની આ મુલાકાત રશિયાના કઝાન શહેરમાં ઓક્ટોબર મહિનામાં યોજાનારી BRICS સમિટ પહેલા થઈ રહી છે. પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે અને તેમણે વડાપ્રધાન મોદીને મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું હતું.

પીએમ મોદીએ છેલ્લે વર્ષ 2015માં મોસ્કોની મુલાકાત લીધી હતી. 2019માં જ્યારે તેઓ રશિયાની મુલાકાતે ગયા હતા, જ્યારે તેમણે વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી હતી.
યુક્રેન યુદ્ધને કારણે રશિયા મોટાભાગે ચીનની છાવણીમાં આવી ગયું છે, પણતેણે ભારત સાથેના સંબંધો હંમેશા ઐતિહાસિક ગણાવ્યા છે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં પણ બદલાવ આવ્યો છે. ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઇલ હવે રશિયા વેચે છે, જેને કારણેઅમેરિકા અને યુરોપિયન દેશોએ હંમેશા અવાજ ઉઠાવ્યો છે,પણ ભારતે હંમેશા જણાવ્યું છે કે રાષ્ટ્ર હિત સર્વોપરી છે.

ભારત રશિયન શસ્ત્રો પર ખૂબ નિર્ભર છે, કારણ કે રશિયન શસ્ત્રો ઘણા સસ્તા છે અને પશ્ચિમી દેશોના શસ્ત્રો ઘણી શરતો સાથે આવે છે, પણ મોદી સરકારે તેના કાર્યકાળ દરમિયાન રશિયન શસ્ત્રો પર ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત અમેરિકન, ઇઝરાયેલ, જર્મન અને ફ્રેન્ચ હથિયારો તરફ વળ્યું છે.

ભારત છેલ્લાં બે વર્ષથી રશિયા સાથેના સંબંધોને લઈને ખૂબ જ સાવધ છે. પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા કરવાનો ઇનકાર કર્યો છે. રશિયા અને ચીન વચ્ચેના સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે તે પણ ભારતની જાણ બહાર નથી. જ્યારે પુતિન જુલાઈની શરૂઆતમાં ક્રેમલિનમાં પીએમ મોદીનું સ્વાગત કરશે, ત્યારે ભારત-રશિયાની દોસ્તીનો નવો અધ્યાય લખાશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ