આપણું ગુજરાત

Rajkot અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનું બંધનું એલાન, અનેક વિસ્તારો સ્વયંભૂ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ : ગુજરાતના રાજકોટ(Rajkot)અગ્નિકાંડને આજે મંગળવારે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. જેની આશિંક અસર સવારથી જ જોવા મળી રહી છે. બંધના એલાનમાં પગલે વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટમાં પહોંચ્યા છે. આ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઇને જો કોઇ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની અટકાયત

કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી. બંધના એલાનના પગેલ રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી એનએસયુઆઈના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યા છે અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે. આથી પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પોલીસનું સતત પેટ્રોલિંગ

પોલીસ કમિશનરે સતત પેટ્રોલીંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. પોલીસે કહ્યું છે કે જબરદસ્તી બંધ કરાવવા સામે કાર્યવાહી થશે.જ્યારે રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડના વેપારીઓએ બપોરના 2.30 વાગ્યા સુધી બંધ પાળી પીડિતોને શ્રધ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પીડિતોને ન્યાય મળે તેવી સરકાર પાસે વેપારીઓએ માગ કરી છે.

અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આ એક મહિનામાં એક IAS,ચાર IPSને હટાવાયા છે તો બે પીઆઈ સહિત સાત અધિકારી સસ્પેન્ડ કરાયા છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં ગેમઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઇટીએ પણ તેનો અહેવાલ સરકારને સોંપી દીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ