5 વર્ષ જેલમાં રહ્યા બાદ જુલિયન અસાંજે જેલમુક્ત થયા, વિકિલીક્સે X પર પોસ્ટ કરી લખ્યું કે….
દુનિયાના રાજકારણ વિષે ચોંકાવનારા ખુલાસા કરતી વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે(Julian Assange)ને પાંચ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ગઈ કાલે સોમવારે બેલમાર્શ હાઈ સિક્યોરિટી જેલમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ અઠવાડિયે યુએસ જાસૂસી કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષી હોવાની કબુલાત કરવાના હતા, જે સોદાના ભાગરૂપે બ્રિટનમાં તેમની જેલની સજાનો અંત કરવામાં આવ્યો અને તેમને ઓસ્ટ્રેલિયા પરત ફરવાની મંજૂરી આપી.
તેમની મુક્તિ પછી, વિકિલીક્સે ટ્વિટર પર લખ્યું, “જુલિયન અસાંજે મુક્ત છે. 1,901 દિવસ પસાર કર્યા પછી 24 જૂનની સવારે બેલમાર્શ જેલમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.”
વિકિલીક્સે X પર એક પોસ્ટ કરી, ખુશી વ્યક્ત કરી:
જુલિયન અસાન્જે મુક્ત છે, 1901 દિવસ ગાળ્યા બાદ 24 જૂનની સવારે તેમને બેલમાર્શ સુરક્ષા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. તેમને લંડનમાં હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને બપોરે સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર છોડવામાં આવ્યા, જ્યાં તે પ્લેનમાં બેસીને યુકે જવા રવાના થયા.
આ વૈશ્વિક ઝુંબેશનું પરિણામ છે જે આયોજકો, પ્રેસ સ્વતંત્રતા પ્રચારકો, રાજકારણીઓ અને તમામ રાજકીય પક્ષોના નેતાઓથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સુધી ફેલાયેલું છે. આનાથી યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે લાંબા ગાળાની વાટાઘાટો માટે જગ્યા ઉભી થઈ, જે એક કરાર તરફ દોરી ગઈ છે જેને હજુ ઔપચારિક રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અમે શક્ય તેટલી વહેલી તકે વધુ માહિતી આપીશું.
દિવસમાં 23 કલાક માટે એકાંતમાં, 2×3 મીટરના સેલમાં પાંચ વર્ષથી વધુ સમય વિતાવ્યા પછી, , તે ટૂંક સમયમાં તેની પત્ની સ્ટેલા અસાંજે અને બાળકોને ફરીથી મળશે, વિકિલીક્સે સરકારી ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘનની સ્ટોરીઓ પ્રકાશિત કરી, શક્તિશાળી લોકોના ગુનાઓ માટે જવાબદાર ઠેરવ્યા. એડિટર-ઇન-ચીફ તરીકે, જુલિયનએ આ સિદ્ધાંતો અને લોકોના જાણવાના અધિકાર માટે ભારે કિંમત ચૂકવી.
તેઓ ઓસ્ટ્રેલિયા પરત રવાના થયા છે, અમે તે તમામ લોકોનો આભાર માનીએ છીએ જેઓ અમારી સાથે ઉભા રહ્યા, અમારા માટે લડ્યા અને તેમની આઝાદીની લડત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ રહ્યા. જુલિયનની સ્વતંત્રતા એ આપણી સ્વતંત્રતા છે.
આ કારણોસર અસાંજેને સજા કરવામાં આવી હતી:
અમેરિકાના અફઘાનિસ્તાન અને ઇરાક સાથેના યુદ્ધ દરમિયાનના હજારો વર્ગીકૃત યુએસ લશ્કરી દસ્તાવેજો વિકિલીક્સે 2010 માં બહાર પાડ્યા હતા. યુએસ લશ્કરી ઇતિહાસમાં આ પ્રકારનો સૌથી મોટો સુરક્ષાનો ભંગ હતોમ, જેમાં 7,00,000 થી વધુ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા. જુલિયન અસાંજે દોષિત સાબિત થયા બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેઓ મુક્ત થયા છે.