Gujarat ના 153 તાલુકામાં મેધમહેર, ખેડામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : નૈઋત્યના ચોમાસુ(Monsoon 2024)રવિવારથી ગુજરાતમાં (Gujarat)ફરીથી જામ્યું છે. 24મી જૂન સોમવારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં પડ્યો વરસાદ પડ્યો હતો. ખેડાના માતરમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પંચમહાલના કલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં મોસમનો પ્રથમ સવા ઇંચ વરસાદ વરસ્યો છે.
મોડી રાત્રે વરસાદ ખાબક્યો
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ બે કલાક સુધી અવિરત ચાલુ રહ્યો હતો.
24 કલાકમાં 28 જિલ્લાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જામનગર, સુરત, વલસાડ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ડાંગ, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, તાપી, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, બનાસકાંઠા, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો
153 જેટલા તાલુકામાં અઢીં ઈંચ જેટલો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોમવારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા હવે ચોમાસું ધીરે ધીરે અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 153 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
Also Read –