અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નનો શુભ સમય નજીક આવી ગયો છે. બે દિવસ બાદ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં આ કપલ ઉદયપુર જવા રવાના થઈ ગયું છે. લગ્નની કેટલીક વિધિઓ દિલ્હીમાં કરવામાં આવી હતી, હવે ઉદયપુર બાકીની વિધિઓનું સાક્ષી બનશે. કપલને તેમના પરિવાર સાથે દિલ્હી એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.
પરિણીતી-રાઘવની મહેંદી સેરેમની 19 સપ્ટેમ્બરે થઈ હતી, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતિની ચૂડા સેરેમની 23મીએ ઉદયપુરમાં થશે અને એના બીજા દિવસે રાઘવ-પરિણીતીના લગ્નની વિધિ યોજાશે રાઘવ અને પરિણીતી હંમેશ માટે સહજીવનના તાંતણે બંધાઇ જશે.
ઉદયપુર જતી વખતે પરિણીતીનો લુક ખૂબ ચર્ચામાં છે. તે દિલ્હી એરપોર્ટ પર લાલચટક સૂટમાં જોવા મળી હતી, તેની સાથે રાઘવ ચઢ્ઢા પણ જોવા મળ્યા હતા. તેઓ બ્લેક ટી અને બ્લુ જીન્સમાં ખૂબ જ ડેશિંગ દેખાતા હતા. બંનેએ પોતાની સ્ટાઈલથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દંપતીના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાતી હતી.
પરિણીતી અને રાઘવના વેડિંગ ડેસ્ટિનેશન, રિસેપ્શન કાર્ડ વાઈરલ થઈ ચૂક્યા છે. લગ્ન સમારોહ માટે ઉદયપુરનો લીલા પેલેસ બુક થઈ ગયો છે. દિવસ દરમિયાન લગ્ન બાદ રાત્રે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે તેવી અટકળો છે. એવા પણ અહેવાલ છે કે કપલ 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં રિસેપ્શન પાર્ટી પણ યોજશે. રાઘવ ચઢ્ઢા 24મીએ બપોરે બેન્ડ સાથે તાજ લેક પેલેસથી તેમના લગ્નનો વરઘોડો કાઢશે. જયમાલા બપોરે 3.30 કલાકે યોજાશે, ત્યારબાદ શોભાયાત્રાનો સમય સાંજે 4 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. પરિણીતી સાંજે 6.30 વાગ્યે તેના પ્રિય રાઘવ સાથે લીલા પેલેસથી વિદાય લેશે.
Taboola Feed