દુર્વા અષ્ટમી પંચાંગ અનુસાર ભાદ્રપદ (ભાદરવા) માસના શુક્લ પક્ષમાં આઠમની તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ 2023 માં તે આજે એટલે કે 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. સામાન્ય રીતે દુર્વાનો ઉપયોગ ધર્મ-કર્મ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને બાપ્પાની પૂજા માટે કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા તેના વિના અધૂરી છે. આ વ્રતને તન અને મનથી રાખવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
શ્રીગણેશની સાથે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ તહેવાર પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય પૂર્વીય પ્રદેશોમાં ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. તેને બંગાળમાં દુરાષ્ટમી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે કેટલાક ખાસ ઉપાય કરવાથી બાપ્પાના આશીર્વાદથી જીવનમાં સુખ-શાંતિની સાથે પ્રેમમાં પણ વધારો થાય છે. તો ચાલો જાણીએ દુર્વા અષ્ટમીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
સૌ પ્રથમ તમારા ઘરના મંદિરમાં દહીં, ફૂલ, અગરબત્તી અને પૂજા સામગ્રી એકત્રિત કરો. હવે આ બધી સામગ્રી દુર્વા એટલે કે પવિત્ર ઘાસને અર્પણ કરો. પછી આ દુર્વા ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરો. દુર્વા અષ્ટમીના દિવસે ભગવાન ગણેશને તલ અને મીઠા લોટની રોટલી અર્પણ કરવી શુભ છે. આ સિવાય બ્રાહ્મણોને દાન આપવાથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજે સિંદૂર રંગના વસ્ત્રો પહેરો અને ભગવાન ગણેશને 11 દુર્વા ચઢાવો. દાંમ્પત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે શિવ મંદિરમાં તલ અને ઘઉંનું દાન કરો.
પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ કુર્મ (કાચબા)નો અવતાર લીધો ત્યારે તેઓ મંદરાચલ પર્વતની ધરી પર બિરાજમાન હતા. પર્વતની ઝડપી ગતિને કારણે ભગવાન વિષ્ણુના શરીરના કેટલાક વાળ સમુદ્રમાં પડ્યા. આ વાળ પૃથ્વીલોકમાં દુર્વા ઘાસના પૂરે ઉત્પન્ન થઇ ગયા . તેથઈ દુર્વાને અત્યંત શુદ્ધ માનવામાં આવે છે. અન્ય એક માન્યતા અનુસાર સમુદ્ર મંથન કર્યા પછી, જ્યારે અસુરો અને દેવતાઓ અમૃત પાન કરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપા ઘાસ પર પડ્યા અને ત્યારથી દુર્વા અમર થઈ ગઇ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને