નેશનલ

Ayodhya Ram Mandirના નિર્માણકાર્યને લઈને મુખ્ય પૂજારીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 2025 સુધી તો…

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ મંદિર (Ayodhya Ram Mandir)ના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પર ગંભીર સવાલો ઉપસ્થિત કર્યા છે અને એ સાથે જ તેમણે મંદિરને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂજારી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર પહેલાં જ વરસાદમાં મંદિરની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. એટલું જ નહીં તેમણે તો 2025 સુધી મંદિરનું કામ પૂરું થવાનું અશક્ય હોવાનું પણ જણાવ્યું હતું.

સત્યેન્દ્ર દાસે મંદિરના નિર્માણ કાર્ય અંગે વાત કરતાં જણાવ્યું હતું કે જુલાઈ, 2025 સુધી મંદિરનું કામ પૂરું થાય એ અશક્ય છે, પણ જો એવું કહેવાઈ રહ્યું છે તો હું માની લઉં છું. મંદિરમાં જ્યાં રામ લલ્લાની સ્થાપના કરવામાં આવી છે ત્યાં પહેલાં જ વરસાદ પછીથી છતમાંથી પાણી ગળવા લાગ્યું છે, એની તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો : Ram Mandir દર્શન વ્યવસ્થામાં ટ્રસ્ટે કર્યો મોટો બદલાવ, વીઆઇપી વ્યવસ્થા નાબૂદ કરાશે

મંદિરના નિર્માણ કાર્ય બાબતે પોતાની રાય આપતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં 2024 ચાલી રહ્યું છે અને ત્યાર 2025નું વર્ષ આવશે. એક જ વર્ષમાં આટલા વિશાળ મંદિરનું નિર્માણકાર્ય કરવું મુશ્કેલ છે. આ ઉપરાંત રામ મંદિરનું નિર્માણ કરતી વખતે પાણીનો નિકાલ કરવા માટે કોઈ વિકલ્પ જ નથી રાખવામાં આવ્યો અને એમાંથી છતમાંથી પાણી ટપકી રહ્યું છે. આ સમસ્યા ગંભીર છે. સૌથી પહેલાં તો આ સમસ્યાનું સમાધાન થવું જોઈએ.

2025 સુધી મંદિરનું નિર્માણકાર્ય પૂરું થવું જરા અઘરું જ છે અને જો લોકો કહી રહ્યા છે તે તો ચાલો એ વાત પર પણ વિશ્વાસ કરી જ લઈએ. આવું એટલા માટે કારણ કે હજી ઘણા બધા કામ બાકી પડ્યા છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરી, 2024ના રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. હજી તો ઉદ્ઘાટનને એક વર્ષ પણ પૂરું નથી થયું ત્યાં મંદિરમાં થઈ રહેલું ગળતર એ નિર્માણકાર્ય સામે એક ગંભીર સવાલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત