આપણું ગુજરાત

પહેલો વરસાદ અને નઘરોળ તંત્ર- શું વિકાસની આ જ વણજાર છે?

ગુજરાતમાં વરસાદના વધામણાં થવા સાથે જ મુશકેલીઓ પણ અપાર વધી છે ગતિશીલ ગુજરાતનાં સ્થાનિક વહીવટી તંત્રના પાપે રસ્તા તૂટયા છે તો કેટલીય જગ્યાએ પંચાયત કે પાલિકાઓએ રસ્તાનું સમારકામ સુદ્ધાં નાથી કર્યું. ઉબડ-ખાબડ રસ્તાના કારણે અલાગ-અલગ જગ્યાઓએ સ્થાનિકોને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે. છોટા ઉદેપુરના નસવાડી પાસે ભારે વરસાદના કારણે માટી ધસી પડતાં આજુબાજુના મળીને 20 જેટલા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાની શરૂઆત થઈ ગઈ છે. ધસી આવેલી માટીના કારણે ઢીંચણ સમય કાદવનાં થર જામી ગયા છે. પરિણામે બે પૈડાંનાં વાહનો તો પસાર થવાનું નામ જ ના લે. મોટા માલ વાહક વાહનોની સ્થિતિ પણ દયનીય થઈ છે. કડુલી મહુડીથી ધારસિમેલ જવાનાં રસ્તે રોડ ઉપર માટી ઘસી આવતા વિસ્તારના ગ્રામજનો પરેશાન થયા છે.

આ પણ વાંચો: જામનગરમાં જમાવટઃ બે કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ, સવારથી 84 તાલુકામાં વરસાદની હાજરી

તંત્ર દ્રારા આ કાદવ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી રહી ત્યારે ગામડાના ગરીબ લોકોને આ કાદવમાંથી પસાર થવુ પડે છે,નાના બાળકો પણ આ કાદવમાંથી પસાર થઈ રહ્યાં છે.

જૂનાગઢની પણ એ જ સ્થિતિ

બીજી તરફ જુનાગઢ મહાનગર પાલિકાની ચોમાસું તૈયારીઓની પોલ પહેલા જ વરસાદમાં ખૂલી ગઈ છે. એક બાજુ જૂનાગઢના ખાડા-ખબડા વાળા રસ્તાઓ અને તેમાં પણ બજારમાં ગંદકી ઉપરાંત વહેતા પાણીની સમાસયા પહેલે થી હતી તેમાં ચોમાસું આવતા સ્થિતિ વધુ વણસી છે. અહીના મધુરમ વિસ્તારમાં આવેલી સોમનાથ ટાઉનશિપના રહેવાસીઓ મહાનગર પાલિકા કચેરી એ ભારે પ્રદર્શન કરી હોબાળો મચાવાયો હતો

આ ટાઉનશિપમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસુ શરૂ થાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા સ્થાનિક લોકોની પરેશાનીનો પાર નથી રહ્યો

આ પણ વાંચો: Valsad rain: ભારે વરસાદની સ્થિતિ જોતા NDRFને સ્ટેન્ડ બાય રખાઈ

રંગીલા રાજકોટમાં પણ બિસ્માર રસ્તા

દિવસે ના જાગે તેના કરતાં રાત્રીની રોનક વધારે માણતા રંગીલા રાજકોટમાં પણ વરસાદથી સમસ્યા ઊભી થઈ છે. અહીં પીવાના પાણીની મારામારી પહેલેથી જ છે તો બિસ્માર રસ્તાઓ પણ તંત્રનાં પાપે જ છે. અહીના કોઠારીયા વિસ્તારમાં આવેલી બાલાજી પાર્ક સોસાયટી પાસે કાદવને કારણે છકડો રિક્ષા પલટી મારી ગયો હતો .લાંબા સમયથી કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તાનું કામ અટકી ગયું છે.અનેક વખત સ્થાનિકોએ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરવા આંદોલન અને રજૂઆત કરી છે તેમ છત્તા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button