નેશનલ

NEET-PG પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન

મુંબઈ: ‘બે વર્ષના સંપૂર્ણ અભ્યાસ પછી, હું પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની નીટ પીજી પરીક્ષા માટે અમરાવતીથી બે દિવસ વહેલો પુણે આવ્યો. હોટેલમાં રહેવા માટે 12 હજાર રૂપિયા ખર્ચ્યા અને રાત્રે અચાનક મોબાઈલ પર નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની પરીક્ષા મુલતવી રાખવાનો મેસેજ આવ્યો. આ મેસેજ જોઈને મારું જીવન બરબાદ થઈ ગયું હોય એવું મને લાગે છે.’
નીટ પીજી પરીક્ષા રદ કરવાના નિર્ણયને પગલે ડૉ. અભય પાટીલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અસ્વસ્થ કરનારી છે.

નીટ પરીક્ષાના કૌભાંડને પગલે કેન્દ્ર સરકારે નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાને 11 કલાક પહેલા જ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. પરીક્ષા 23 જૂને યોજાવાની હતી. પરંતુ હવે તે રદ કરવામાં આવી છે અને સરકાર દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

દેશભરમાંથી લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે નીટ ડિગ્રી કોર્સની પરીક્ષા આપી હતી. મેડિકલ કોર્સ માટે દેશભરની લગભગ 700 મેડિકલ કોલેજોમાં 1,08,940 બેઠકો છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે બે લાખ વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરીક્ષામાં 720 માર્કમાંથી 67 વિદ્યાર્થીઓને 720 માર્ક મળતા આ પરીક્ષામાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે.

આ પૃષ્ઠભૂમિ પર નીટ ડિગ્રી માટે ફરીથી પરીક્ષાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને લગભગ 20 હજાર વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાની રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો દેશભરમાં આ અંગે વિરોધ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ નીટ પરીક્ષા પર નવેસરથી વિવાદને ટાળવા માટે 23 જૂને યોજાનારી નીટ પીજી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયની માઠી અસર હજારો વિદ્યાર્થીઓને થઈ છે અને આ વિદ્યાર્થીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?