નેશનલ

Modi 3.ના પહેલા 15 દિવસનો રાહુલ ગાંધીએ આપ્યો રિપોર્ટઃ જાણો શું કહ્યું

લોકસભાની ચૂંટણી પૂરી થાય બાદ અને નવી સરકારે સુકાન સંભાળ્યા બાદ આજથી સંસદ સત્રની શરૂઆત થઈ છે. મજબૂત વિપક્ષ સાથેનું આ સત્ર આક્રમક બનશે તેમ માનવામાં આવે છે ત્યારે પહેલા દિવસે જ વિપક્ષે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (congress MP Rahul Gandhi) એ સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ છેલ્લા 15 દિવસની મોટી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભારતનો મજબૂત વિપક્ષ તેનું દબાણ ચાલુ રાખશે અને લોકોનો અવાજ ઉઠાવશે. (first day of parlieament session)
વડાપ્રધાન મોદી (PM Modi) પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે NDAના પહેલા 15 દિવસ! ત્યારબાદ તેમણે છેલ્લા પંદર દિવસમાં બનેલી ઘટનાઓની યાદી આપી જેમાં, 1. ભયાનક ટ્રેન અકસ્માત. 2. કાશ્મીરમાં આતંકવાદી હુમલા 3. ટ્રેનોમાં મુસાફરોની દુર્દશા. 4. NEET કૌભાંડ. 5. NEET PG રદ 6. UGC NET પેપર લીક થયું. 7. દૂધ, કઠોળ, ગેસ, ટોલ અને મોંઘા. 8. આગથી ઝળહળતા જંગલો. 9. પાણીની કટોકટી. 10. હીટવેવમાં વ્યવસ્થાના અભાવે મોત. આમ કહી તેમણે મોદી સરકારની ત્રીજી પાળીમાં હજુ સુધી કંઈ સકારાત્મક બન્યું નથી, તેમ જણાવ્યું હતું. અગાઉ પણ નીટ પરીક્ષા મામલે રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી હતી.

આ પણ વાંચો : Loksabha Session: 18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ, વિપક્ષ મજબૂત, જાણો કેવું રહી શકે છે સત્ર

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે માનસિક રીતે નરેન્દ્ર મોદી બેક ફૂટ પર છે અને તેમની સરકાર બચાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીજી અને તેમની સરકાર દ્વારા બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી અને અમે કોઈપણ સંજોગોમાં આ થવા દઈશું નહીં. ભારતનો મજબૂત વિપક્ષ પોતાનું દબાણ ચાલુ રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડાપ્રધાનને જવાબદારી વિના છટકી જવા દેશે નહીં.

વડાપ્રધાન અને ગૃહમંત્રી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ બંધારણ પર જે પ્રહારો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી અને અમે એવું થવા દઈશું નહીં, એટલા માટે અમે બંધારણને હાથમાં લીધું. ભારતના બંધારણને કોઈ શક્તિ સ્પર્શી શકશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સંવિધાન બચાવવાના અમે જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. તેથી જ આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button