ભારતની તમામ સંસ્થાઓ આરએસએસથી પ્રભાવિત છે, રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થાની સ્થિતિ અંગે જાહેર નિવેદનોમાં ચિંતા વ્યક્ત કરતા રહે છે. તેમની યુરોપ યાત્રા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ બધુ બદલાઈ ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત હવે નબળી પડી રહેલી લોકશાહી છે.
યુરોપ પ્રવાસ દરમિયાન નોર્વેમાં ઓસ્લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત કરતા તેમણે એવો દાવો કર્યો હતો કે ભારતની તમામ સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રભાવિત છે. સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ જેવી એજન્સીઓને હથિયાર બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ભવિષ્યમાં આવું થવા દેશે નહીં.
રાહુલ ગાંધી તાજેતરમાં યુરોપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ઓસ્લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. કોંગ્રેસે ગઈકાલે ગુરુવારે ઓસ્લો યુનિવર્સિટીમાં તેમના નિવેદનનો વીડિયો જાહેર કર્યો હતો.
રાહુલ ગાંધી કહ્યું કે ભારત વિશે વાત કરતી વખતે સૌથી પહેલા સમજવાની વાત એ છે કે 2014 પહેલા ભારતમાં લોકશાહી એક બીજા સામે લડતા રાજકીય પક્ષોના જૂથની હતી. તટસ્થ સંસ્થાઓ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ, દરેક માટે મીડિયાની ઍક્સેસ અને દરેક માટે નાણાકીય સંસાધનોની પહોંચ હતી.
તેમણે દાવો કર્યો કે 2014માં બધું જ સંપૂર્ણપણે બદલાઈ ગયું. અમે હવે કોઈ રાજકીય પક્ષ સામે નથી લડી રહ્યા, આખી રમત બદલાઈ ગઈ છે. સંસ્થાઓ આરએસએસથી પ્રભાવિત છે. સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ જેવી એજન્સીઓને હથિયાર બનાવવામાં આવી છે. તેઓ ભાજપની વિચારધારાનો વિરોધ કરનારાઓને નિશાન બનાવે છે. અમારી લડત સામાન્ય રાજકીય સ્પર્ધા રહી નથી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારત સૌથી મોટી લોકશાહી છે અને તે સત્ય છે. જો કે, મારા માટે તે નબળી પડી રહેલી લોકશાહી છે. ત્યાં તમને હવે તમારો અવાજ વ્યક્ત કરવાની મંજૂરી નથી. હવે ત્યાં લોકોને તક આપવામાં આવતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે જો વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ સત્તામાં આવશે તો ભારતની લોકતાંત્રિક પરંપરા ફરી સ્થાપિત થશે. અમે જોડાણ દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને નબળા વર્ગોને વિકાસના પ્રવાહ સાથે જોડીશું.
રાહુલે ગાંધીએ કહ્યું હતું હું મારા દેશમાં એક ખાસ વિચારધારાનો બચાવ કરું છું. જે મહાત્મા ગાંધી, ગૌતમ બુદ્ધ અને ગુરુ નાનકની વિચારધારા છે, હું તેના માટે લડું છું. હું નેતા બનીશ કે નહીં તે પછીની વાત છે, પરંતુ હું વિચારધારાની લડાઈ ચાલુ રાખીશ.
સાબિત થઈ ગયું કે કોંગ્રેસ- રાહુલ ગાંધીની ભાષા કેનેડા બોલે છે