Indian cricket team: T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ યુવા ખેલાડીને સોંપાશે કમાન?
નવી દિલ્હી: ભારતીય ટીમ હાલ રોહિત શર્મા(Rohit Sharma)ની આગેવાની હેઠળ T20 વર્લ્ડ કપ 2024 રમી રહી છે. રોહિત શર્મા ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે આં વર્લ્ડ કપ બાદ ટીમને નવો કેપ્ટન ઈન્ડિયા (Captain of Indian cricket team) મળી શકે છે. હવે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શુભમન ગિલ(Shubhman Gill)ને ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
T20 વર્લ્ડ કપ 2024 પછી, ભારતીય ટીમ પાંચ T20 મેચની સિરીઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. એક અહેવાલ મુજબ, આ સિરીઝ માટે શુભમન ગિલને ભારતનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ એક વાત લગભગ નક્કી છે કે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ પર નહીં જાય. આવી સ્થિતિમાં કોઈ યુવા ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે, જેમાં શુભમનનું નામ મોખરે છે.
અગાઉ રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલમાં ભારતની આગેવાની કરતો જોવા મળ્યો હતો. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે પણ T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. જોક હવે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો : T20 World Cup: Eng vs USA અમેરિકાને હરાવીને ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં જનારી પ્રથમ ટીમ બની
આ શ્રેણી માટે ભારતીય ટીમની હજુ જાહેરાત કરવામાં આવી નથી. આ સીરિઝમાં IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા નવા ખેલાડીઓને તક મળી શકે છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી પાંચ T20 મેચની સિરીઝ શનિવાર, 06 જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ બીજી મેચ 7મી જુલાઈ (રવિવાર)ના રોજ, ત્રીજી મેચ 10મી જુલાઈ (બુધવાર)ના રોજ, ચોથી 13મી જુલાઈ (શનિવાર)ના રોજ અને પાંચમી મેચ 14મી જુલાઈ (રવિવાર)ના રોજ યોજાશે. શ્રેણીની તમામ મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.